World Para Athletics Grand Prix: ભાવના ચૌધરીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો, વતન બનાસકાંઠામાં ઉત્સવનો માહોલ

|

Jun 06, 2022 | 12:24 PM

અમદાવાદ (Ahmedabad) ની મિતા પંડ્યાએ ચક્ર-ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. સ્વિત્ઝરલેન્ડથી બનાસકાંઠા પરત ફરતા જ વતનમાં ભવ્ય સ્વાગત સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યુ હતુ.

World Para Athletics Grand Prix: ભાવના ચૌધરીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો, વતન બનાસકાંઠામાં ઉત્સવનો માહોલ
Bhavana Chaudhary નુ લાખણીમાં ભવ્ય સ્વાગત કરાયુ હતુ

Follow us on

બનાસકાંઠા (Banaskantha) ના ધાણા ગામ ના ખેડૂત ની દીકરી એ સ્વિત્ઝરલેન્ડમાં ભારતનુ નામ રોશન કર્યુ છે. સ્વિત્ઝરલેન્ડમાં રમાયેલ વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2022 (World Para Athletics Grand Prix 2022) માં ભાવના ચૌધરીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની આ મોટી સિદ્ધીએ દેશ અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. ભાવના ચૌધરી (Bhavna Chaudhry) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની છે. જે વતન લાખણીના ધાણા ગામે આવતા જ તેનુ ભવ્ય સ્વાગત ગ્રામજનો અને જિલ્લાના આગેવાનોએ કર્યુ હતુ. ગામની દીકરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો હોવાની ખુશીઓ મનાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ભાવનાને તેની સિદ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસીએશને પણ ભાવનાને તેની સુવર્ણ સિદ્ધીને લઈ અભિનંદન આપ્યા હતા.

લાખણી ગામની ભાવના ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાનુ ગૌરવ વધારતુ પ્રદર્શ કર્યુ હતુ. ગત 26થી થી 28મે દરમિયાન સ્વિત્ઝરલેન્ડમાં વલ્ડ પેરાએથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2022 યોજાઈ હતી. જેમાં તેણે હિસ્સો લઈને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભાવનાએ F-46 કેટેગરી મેળવી હતી. ભાવનાને ભાલા ફેંકમાં પ્રેકટીશ કરવા માટે અમદાવાદ સ્થિત પેરા સ્પોર્ટ્સ એસોસીએશન દ્વારા તમામ મદદ પુરી પાડવામાં આવે છે. હાલમાં તે કેન્દ્ર સરકારના સાંઈ સ્પોર્ટ્સ કેન્દ્ર પર તાલીમ મેળવી રહી છે. એ એસોસીએશનના અધ્યક્ષ કાન્તિલાલ પરમારે જણાવ્યુ હતુ.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાવનાએ જણાવ્યુ હતુ કે, મે 2014માં રમતની શરુઆત કરી હતી. શરુઆતમાં મે ખેલ મહાકુંભમાં પોતાની રમત દર્શાવી હતી. ત્યાર બાદ 2017માં નેશનલમાં સિલ્વર મેડલ અને વર્ષ 2019, 2020 અને 2021માં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી. મને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તક મળી છે અને મને સફળતા મળી છે. તેણે કહ્યુ હતુ કે, સમાજે દીકરીઓને ભણાવવી જોઈએ અને સાથે રમત ગમતમાં પણ આગળ કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમદાવાદની મિતા પંડ્યાએ પણ અપાવ્યુ ગૌરવ

અમદાવાદની મિતા પંડ્યા પણ ચક્ર, ગોળા ફેંકમાં સ્વિત્ઝરલેન્ડ ખાતે હિસ્સો લીધો હતો. તેણે પણ ભારતને ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો. મિતા પંડ્યા પણ અમદાવાદમાં રહીને તાલીમ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી મેળવી ચુકી છે. મિતા પંડ્યા વ્હીલચેરમાં જ હરીફરી શકે છે, પરંતુ તેનુ મન મક્કમ છે. જેના વડે તે સિદ્ધીને હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવી શકી છે. તેણે F-55 કેટગરી મેળવી હતી.

Published On - 12:21 pm, Mon, 6 June 22

Next Article