Banaskantha : યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઇ

|

Sep 23, 2023 | 9:25 AM

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થશે. અંબાજીના શક્તિદ્વારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી અને વિધિવત મેળાનો શુભારંભ કરાશે. આ મેળામો શુભારંભ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરુણકુમાર બરનવાલના વરદહસ્તે કરવામાં આવશે, છેલ્લા ઘણા દિવસથી યાત્રિકો પગપાળ અંબાજી પહોંચી રહ્યા છે.

Banaskantha : યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઇ

Follow us on

Banaskantha : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થશે. અંબાજીના શક્તિદ્વારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી અને વિધિવત મેળાનો શુભારંભ કરાશે. આ મેળાનો શુભારંભ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરુણકુમાર બરનવાલના વરદહસ્તે કરવામાં આવશે, છેલ્લા ઘણા દિવસથી યાત્રિકો પગપાળ પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો-Surat Video : BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને કરાઈ બ્લેકલિસ્ટ, સ્થાયી સમિતિએ અધિકારીઓ પાસે મંગાવ્યો રિપોર્ટ

યાત્રિકો સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. દાંતા-અંબાજી રોડ પર માતાજીનો રથ ખેંચી ‘જય અંબે’નો જયકારો લગાવી મેળાની વિધિવત્ શરૂઆત કરાશે. તે બાદ અંબાજી મંદિર શક્તિદ્વાર સામે સર્કિટ હાઉસની બાજુમાં માહિતી ખાતાના પ્રદર્શનનું ઉદઘાટન કરાશે. મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજીમાં ઉમટી પડશે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

બીજી તરફ મેળાની સલામતીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીકોનો વીમો લેવામાં આવ્યો છે. એસ.ટી બસ સુવિધા માટે 1000 જેટલી  બસ,  જેનું જુદાં જુદાં 10 બૂથો પરથી સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યુ છે. તો લોકોના સ્વાસ્થય અને સુરક્ષાની પણ કાળજી રખાશે.

શું છે અંબાજીમાં ખાસ સુવિધાઓ ?

ભાદરવી પૂનમના મેળાને લઇને મંદિરની 20 કિમીની ત્રિજ્યામાં પદયાત્રીકોનો 8 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તો યાત્રિકો માટે 11 લોકેશન પર 108ની ટીમ તહેનાત કરવામાં આવી છે. 50 તાલીમબધ્ધ કર્મચારીઓ વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. ભક્તોના અવરજવર માટે 1 હજાર જેટલી એસટી બસની સુવિધા છે. બાળકો, વડીલો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા રાખવામાં આવી છે. 150 જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા રાખવામાં આવી છે.

મંદિર પરિસરની બહાર પ્રસાદ વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છે. જેમાં 30 રૂપિયામાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભક્તો ડિજિટલ પેમેન્ટથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે અને ભક્તોને મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે.

માઈભક્તોને લોખંડી સુરક્ષા કવચ !

અંબાજીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 22 સેકટર અને 484 પોઈન્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘોડેસવાર પોલીસ સહિત 6500 જેટલા સુરક્ષા કર્મીઓ તહેનાત છે. સુરક્ષા વિભાગ રાઉન્ડ ધ કલોક ફરજ પર છે. અંબાજીથી માંડી દાંતા, આંબાઘાટ સુધી પોલીસ જવાન તહેનાત છે. હડાદથી માંડી ગબ્બર સુઘી લોખંડી સુરક્ષા કવચ ગોઠવાયો છે.

 બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article