Ambaji મંદિરને પ્રસાદની શ્રેષ્ઠ ગુણવત્તા માટે FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું

|

May 07, 2022 | 9:13 PM

અંબાજી મંદિરના પ્રસાદની(Prasad)  ગુણવત્તા માટે મંદિરને FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું છે. આ માટે થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીને તપાસ સોંપાઇ હતી. જેના અહેવાલ પરથી FSSAI દ્વારા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને FSSAI દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીની (Ambaji)  યશકલગીમાં વધુ એક ઉમેરો થયો છે. જેમાં પ્રસાદની(Prasad)  ગુણવત્તા માટે મંદિરને FSSAI દ્વારા પ્રમાણપત્ર અપાયું છે. આ માટે થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીને તપાસ સોંપાઇ હતી. જેના અહેવાલ પરથી FSSAI દ્વારા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને FSSAI દ્વારા ‘‘BHOG’’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના મહામારી હળવી થતાં જ મંદિર ભક્તો માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યું. છેલ્લા બે વર્ષથી જે પ્રકારે કોરોનાનો કહેર રહ્યો તેમ છતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સુચારૂ આયોજન થી અંબાજી નો વિકાસ અવિરત ચાલુ રહ્યું છે.

 

Next Video