Ambaji Temple: પૂનમનાં દર્શન કરવા ભક્તોની ભીડ જામી, કોરોનાનું સંકટ ફરી ન આવે તે માટે પ્રાર્થના કરાઈ

|

Jun 24, 2021 | 8:01 PM

Ambaji Temple: કોરોના સંક્રમણનું જોર ઘટતા દેવસ્થાનો ફરી ધમધમતા થયા છે તે વચ્ચે અંબાજી મંદિર ખૂલ્યા બાદની આજે પ્રથમ પુનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

Ambaji Temple: અંબાજી મંદિરમાં પૂનમને લઈ મંદિરમાં ભારે ભીડ ઉમટી હતી. મંદિર ખુલ્યા બાદ આજે પ્રથમ પૂનમને જોતા ભક્તો માતાજીનાં દર્શન કરવા માટે પહોચ્યા હતા. કોરોનાનાં સમયમાં લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યા બાદ સરકારની ગાઈડ લાઈન સાથે ખુલ્યુ હતું.

કોરોના સંક્રમણનું જોર ઘટતા દેવસ્થાનો ફરી ધમધમતા થયા છે તે વચ્ચે અંબાજી મંદિર ખૂલ્યા બાદની આજે પ્રથમ પુનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ભક્તો દ્વારા કોરોનાનું સંકટ ફરી ન આવે તે માટે કામના કરવામાં આવી હતી.

જણાવવું રહ્યું કે 10 જુનનાં રોજ સરકારે ગાઈડલાઈનમાં રાહત આપ્યા બાદ દેવસ્થાનો ખઉલી ગયા હતા. અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાનો યાત્રાળુઓ માટે પણ દર્શન ખોલી નાખવામાં આવ્યા હતા.  SOPને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જો કે દર્શન માટે શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઇડલાઇન અને SOPનું પાલન કરવાનું રહેશે. પાસ વગર કોઇ પણ શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં મળે.

માતાજીના દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ મેળવવો ફરજીયાત રહેશે તો અંબાજી મંદિર ખુલતા દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30 થી 10.45 સુધી, બપોરે 12.30 થી 4.15 સુધી અને સાંજે 7.00 થી રાત્રીના 9 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.

Next Video