અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે

|

Feb 12, 2024 | 10:26 AM

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજથી પાંચ દિવસ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. આ માટે ST નિગમ દ્વારા પણ બસની વિશેષ સગવડનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે
ગબ્બર પરિક્રમા મહોત્સવ

Follow us on

યાત્રાધામ અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ મંદિર રુટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષથી આ મહોત્સવ પાંચ દિવસનો રહેશે. આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. એક સાથે 51 શક્તિપીઠના એક જ પવિત્ર સ્થળે દર્શન કરવાનો અનેરો અવસર અંબાજી ગબ્બર ખાતે આવેલ છે.

શક્તિપીઠ ગબ્બર અને 51 શક્તિપીઠ પરિક્રમા જોડાઈને ભક્તો આ અનેરો ભક્તિ મહોત્સવના અવસરનો લાભ પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં લેતા હોય છે. પરિક્રમાના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસે પાલખી યાત્રા નિકાળવામાં આવશે. જ્યારે શંખનાદ અને શક્તિયાગ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. મહાઆરતી અને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ભક્તોનું ઘોડાપુર ઉમટશે

પાંચ દિવસ દરમિયાન રાજ્ય અને બહારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અહીં ઉમટશે. પ્રતિ વર્ષ ત્રણ દિવસનું પરિક્રમાં આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ભક્તોની ભીડને ધ્યાને રાખીને હવે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવનું ચાલુ વર્ષથી આયોજન કરવામાં આવ્યુ છે. જેથી ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં અને પરિક્રમા કરવામાં ભક્તોને સરળતા રહે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

ભક્તોને માટે પ્રસાદનું આયોજન વિના મૂલ્યે કરવામાં આવ્યુ છે. આ માટે પરિક્રમા મહોત્સવમાં આવનારા ભક્તોને પ્રસાદ ભોજન મળી રહે એ માટે વ્યવસ્થા ઉપલ્બધ કરવામાં આવી છે. તેમજ પરિક્રમા દરમિયાન પાણી અને ચા-નાસ્તાની સગવડ પણ ઉભી કરવામાં આવી છે. માર્ગ પર આ પ્રકારની વ્યવસ્થા અનેક સ્થળો પર ભક્તોને મળી રહે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યુ છે.

સુરક્ષા અને તબીબી વ્યવસ્થા ઉભી કરાઈ

ગબ્બર પરિક્રમાને લઈ અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી સહિત મોટો પોલીસ કાફલો અહીં ખડકવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

પરિક્રમાં રુટ પર મેડિકલની વ્યવસ્થા પણ અનેક ઠેકાણે ઉભી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અહીં અનેક સ્થળો પર મેડીકલની ટીમોને તૈનાત રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:17 am, Mon, 12 February 24

Next Article