બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ

|

Dec 09, 2021 | 4:52 PM

ડીસા GST ઓફિસમાં તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યુ. GST વિભાગના ચાર કર્મચારીઓ, ટેક્સ એડવોકેટ અને 29 આરોપીઓ સહિત કુલ 35 લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ
gst scam

Follow us on

સરકારી કચેરીઓમાં બેઠેલા બાબુઓ સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાની બાબતો વારંવાર સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે. જ્યાં રાજયકર વેરાની તિજોરીમાં જતા 5.98 કરોડ રૂપિયા સરકારી બાબુઓ એડવોકેટ તેમજ પેટ્રોલ પંપના સંચાલકો સાથે મળી પોતાના ખિસ્સામાં લઈ લીધા. 8 વર્ષની તપાસ બાદ સમગ્ર ઘટના સામે આવતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

જેમાં ડીસા GST ઓફિસમાં તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યુ. GST વિભાગના ચાર કર્મચારીઓ, ટેક્સ એડવોકેટ અને 29 આરોપીઓ સહિત કુલ 35 લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી છે. ડીસા ઉત્તર પોલીસ મથકે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતીબેન દેસાઈએ આ સમગ્ર ઘટનામાં ફરીયાદ નોંધાવી છે. તો સરકારી નાણાંની ઉચાપત મામલે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

રાજ્ય કર વેરા વિભાગમાં જ્યારે ઓફલાઇન કામગીરી ચાલતી હતી ત્યારે મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. પરંતુ GST બાદ ઓફલાઇન કામગીરી બંધ થતાં ભ્રષ્ટાચાર નું પ્રમાણ ઘટ્યું છે. ખોટા ચલણ તેમજ ફોર્મ બનાવી એડવોકેટ એકાઉન્ટન્ટ અને પેટ્રોલ પંપના સંચાલકો સાથે મળી રાજ્ય કર વેરા વિભાગમાં રૂપિયા 5.98 કરોડનું કૌભાંડ આચર્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જે બાબત ઓડિટમાં સામે આવતા છેલ્લા 8 વર્ષથી આ કૌભાંડ મામલે તપાસ ચાલતી હતી. જે તપાસમાં કૌભાંડના તથ્યો સામે આવતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. રાજ્ય કર વેરા વિભાગના 4 કર્મચારીઓ એક એડવોકેટ એક એકાઉન્ટન્ટ તેમજ 30 પેટ્રોલ પંપના સંચાલકો સહિત 35 લોકો સામે નામજોગ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 પૂર્વે દુબઇમાં રોડ-શૉમાં 19 જેટલા MOU મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થયા

આ પણ વાંચો :  Surat : હીરા ઉધોગકારોની પરેશાનીમાં વધારો, રફ હીરાના ભાવવધારાથી ઉત્પાદન કાપ

 

Published On - 4:50 pm, Thu, 9 December 21

Next Article