Banaskantha : ડીપ્થેરીયાના 24 કેસ, 3 બાળકોના મૃત્યુ, ડીપ્થેરીયા નિયંત્રણ માટે શરૂ કરાશે રસીકરણ અભિયાન

|

Jul 16, 2021 | 12:45 PM

Diphtheria : બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અગાઉ પણ વર્ષ 2019-20 માં ડીપ્થેરીયાને કારણે 27 બાળકોના મૃત્યુ થયા હતા. 2 થી 10 વર્ષના બાળકોમાં આ રોગ જોવા મળે છે.

Banaskantha : ગાંધીનગરના કલોલમાં કોલેરા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરીયા (Diphtheria)એ ભરડો લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ડીપ્થેરીયાના 24 જેટલા કેસ સામે આવી ચુક્યા છે અને ત્રણ બાળકોના ડીપ્થેરીયાને કારણે મૃત્યુ થયા છે. બનાસકાંઠામાં ડીપ્થેરીયાના કેસો સામે આવતા તંત્ર હવે સાબદું થયું છે. આ રોગ આગળ ન વધે અને મૃત્યુદર વધે નહિ તે માટે જિલ્લામાં 19 જુલાઈથી મહા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જે 31 જુલાઈ સુધી ચાલશે. આ રસીકરણ અભિયાનમાં 1200 આરોગ્ય કર્મચારીઓ અને 15 હજાર શિક્ષકો સંયુક્ત રીતે જોડાશે. અ રસીકરણ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 5 લાખથી વધુ બાળકોને રસી અપાશે.

Next Video