BANASKANTHA: ઉનાળો શરૂ થતાં જ સીપુ ડેમ ખાલી, 92 ગામોમાં ખેતી-પીવાના પાણીની સમસ્યા

|

Mar 06, 2021 | 8:55 PM

BANASKANTHA: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા પહેલાં જ પાણીની મુશ્કેલી વર્તાઈ રહી છે. જિલ્લાના મુખ્ય ડેમ પૈકીનો સીપુ ડેમ (SIPU DAM) ખાલીખમ છે.

BANASKANTHA: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા પહેલાં જ પાણીની મુશ્કેલી વર્તાઈ રહી છે. જિલ્લાના મુખ્ય ડેમ પૈકીનો સીપુ ડેમ (SIPU DAM) ખાલીખમ છે. જેના કારણે ન માત્ર ખેતીની મુશ્કેલી સર્જાશે, પરંતુ 92 જેટલાં ગામો માટે પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે સીપુ ડેમ ખાલી રહ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ સીપુ ડેમમાં ખાબોચિયા જેટલું પાણી રહ્યું છે. જેના કારણે ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે.

 

 

 

હજુ ઉનાળાની શરૂઆત છે ત્યારે સીપુ ડેમમાં પાણી જ ન રહેતાં આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સીપુ ડેમ પર દાંતીવાડા અને ધાનેરા તાલુકાના 92 જેટલાં ગામ પીવાના પાણી પર નિર્ભર છે. જેથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખેડૂતો ખેતી માટે નહીં પરંતુ પશુપાલન અને પીવાના પાણીનું નિકાલ કઈ રીતે આવશે તે વિચારીને દુઃખી થઈ રહ્યા છે. ડેમમાં પાણી જ નથી એવામાં ખેતી અને પશુપાલન કઈ રીતે કરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. 

 

આ પણ વાંચો: Gujarat Corona Update: કોરોનાના નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો, નવા 571 કેસ, એક્ટિવ કેસ 3,000ને પાર

 

Next Video