Banaskantha : ડીસામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધતા ખેડૂતો આક્રમક

|

Feb 06, 2021 | 8:10 AM

ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાડા વધારો કરાતા ભારતીય કિસાન સંઘ ઉગ્ર બન્યું છે. કિસાન સંઘ અને ખેડૂતોએ નાયબ કલેકટરને કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા લેવાયેલા વધારાના ભાડાના નિર્ણયને મોકૂફ કરાવવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.

Banaskantha : ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાડા વધારો કરાતા ભારતીય કિસાન સંઘ ઉગ્ર બન્યું છે. કિસાન સંઘ અને ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા લેવાયેલા વધારાના ભાડાના નિર્ણયને મોકૂફ કરાવવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુના પંથકમાં સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. બટાકા પર જ આ વિસ્તારના ખેડૂતો નિર્ભર છે. પરંતુ આ વર્ષે એકાએક કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા બટાકા સંગ્રહ માટેના ભાવ વધારો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો તેમજ કિસાન સંઘના હોદ્દેદારોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યુ. કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યું છે તે ત્વરિત પાછો ખેંચાય તેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ છે કે આ ભાવ વધારાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.

 

Next Video