Banaskantha: ભ્રષ્ટાચારના આરોપો લાગેલા પૂર્વ આરોગ્ય અધિકારી અંગે ચોંકાવનારો ખુલાસો

|

Feb 27, 2021 | 8:03 PM

બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ પર પહેલા જ ભ્રષ્ટચારના આરોપો લાગેલા છે, હવે તેમના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ પર પહેલા જ ભ્રષ્ટચારના આરોપો લાગેલા છે, હવે તેમના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.  મનીષ ફેન્સીએ જિલ્લા આરોગ્ય અધિકારીના પદ પર રહેતી ચાર નર્સ અને એક આયુષ ડોક્ટરની લાયકાત વગર નિમણૂંક કરી હતી. આ ઉપરાંત નિયમ મૂજબ નર્સનો પગાર 13,000 છે, જેના બદલે આ ચાર નર્સને 30,000 પગાર ચૂકવાતો હતો. મનિષ ફેન્સીએ નિમણૂંક કરેલા આ તમામ પાંચ લોકોની નિમણૂંક રદ્દ કરવામાં આવી છે.

 

 

ઉલ્લેખનીય છે કે થરાદના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. MLA ગુલાબસિંહ રાજપુતે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું છે પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ તેના મળતિયાને ફાયદો કરાવવા 275 રૂપિયામાં માસ્કની ખરીદી કરી હતી. 

 

આ પણ વાંચો: રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Next Video