બનાસકાંઠામાં અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ત્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી કરી હતી.
મળેલી માહિતી પમાણે મોડીરાત્રે અમીરગઢ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં લક્ઝરી બસ પલટી જતા આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
અમીરગઢ હાઈવે પર અકસ્માત ખુબ વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ ત્રિપલ અકસ્માત થયો હતો જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. દસેક દિવસ પહેલા જ થયેલા આ અકસ્માતમાં રોડ ઉપર ઉભેલા ટેલરને ખાનગી બસના ચાલકે ટક્કર મારી દીધી હતી. બાદમાં અન્ય ટ્રક બસની પાછળ ઘૂસી ગઈ હતી અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પણ મોદી રાત્રે બની હતી. રાત્રીના 1 વાગ્યાને સુમારે અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તે દરમિયાન પણ ઘાયલોને સારવાર અર્થે ખેસેડાયા હતા.
આ પણ વાંચો: Rain Alert: આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે
આ પણ વાંચો: લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ
Published On - 9:13 am, Fri, 1 October 21