બનાસકાંઠા: બનાસ બેંકની ચૂંટણીનો મામલો, ભાજપના ત્રણ દિગ્ગજોને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

|

Nov 11, 2021 | 4:46 PM

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સહકારી મધ્યસ્થ બેંકની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના દિગ્ગજ ત્રણ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ શિસ્તભંગના પગલા રૂપે પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

બનાસકાંઠામાં ભાજપના ત્રણ દિગ્ગજોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. બનાસ બેંકની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ હોવા છતાં પોતાની અલગથી ઉમેદવારી ચાલુ રાખતા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાજપ પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજા પટેલને સસ્પેન્ડ કરાયા. વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા પ્રમુખ નટુ ચૌધરીને પણ પક્ષમાંથી દુર કરવામાં આવ્યા. ભાજપે આ દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યારે હાલ બનાસ બેંકની ચૂંટણીમાં આગળ નવો વળાંક સર્જાઈ તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સહકારી મધ્યસ્થ બેંકની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના દિગ્ગજ ત્રણ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ શિસ્તભંગના પગલા રૂપે પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભાજપનું મેન્ડેડ હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ દ્વારા ત્રણેય ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

જિલ્લાની સૌથી મોટી સહકારી મધ્યસ્થ બેંકની ચૂંટણીમાં દિવસેને દિવસે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા બેંકની ચૂંટણી માટે ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યાં હતા. જોકે, આ મેન્ડેડ સામે પણ ઉમેદવારોએ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજા પટેલ, વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશર ચૌધરી, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : Dubai: દુબઈમાં પેટ્રોલ ભલે પાણીના ભાવે મળે છે પણ ત્યાં એક કિલો ટમેટાનો ભાવ ખબર છે ? આ રહ્યું સામાન્ય ચીજ-વસ્તુઓનું પ્રાઇઝ લિસ્ટ

Next Video