મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 7 આરોપીની જામીન અરજી નામંજૂર, ઓરેવા કંપનીના બે મેનેજર સહિત 7 લોકોએ કરી હતી જામીન અરજી

આ કેસમાં મોરબી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. 7 આરોપીની મોરબીની ચીફ જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 7 આરોપીની જામીન અરજી નામંજૂર, ઓરેવા કંપનીના બે મેનેજર સહિત 7 લોકોએ કરી હતી જામીન અરજી
Big news about Morbi Jhulta Bridge tragedy Police presented charge sheet in Morbi Sessions Court see Video
Image Credit source: file image
| Edited By: | Updated on: Feb 04, 2023 | 2:44 PM

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં 7 આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. ઓરેવા કંપનીના બે મેનેજર સહિતના 7 લોકોએ જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં મોરબી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. 7 આરોપીની મોરબીની ચીફ જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા

આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.

શું હતી દુર્ઘટના?

મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.   આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:06 pm, Sat, 4 February 23