વલસાડમાં સુઘડ ફળિયું બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત જાહેર, 1 કિલોમીટર વિસ્તારમાં પોલ્ટ્રી પર પ્રતિબંધ

|

Jan 12, 2021 | 11:09 PM

વલસાડ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા સ્થાનિક પ્રશાસન સતર્ક થયું છે. થોડા દિવસ પહેલા વલસાડ શહેરના સુઘડ ફળિયામાં કાગડાઓના મૃત્યુ થયા હતા.

વલસાડ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા સ્થાનિક પ્રશાસન સતર્ક થયું છે. થોડા દિવસ પહેલા વલસાડ શહેરના સુઘડ ફળિયામાં કાગડાઓના મૃત્યુ થયા હતા. આ કાગડાઓના સેમ્પલની તપાસ કરવામાં આવતા બર્ડ ફ્લૂને કારણે કાગડાના મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. કાગડાઓમાં બર્ડ ફ્લૂ પોઝિટીવ આવતા જિલ્લાનું પ્રશાસન સતર્ક થયું છે. વલસાડ શહેરના સુઘડ ફળિયા વિસ્તારને બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે. કલેકટર આર.આર.રાવલે નોટિફિકેશન જાહેર કરી 1 કિ.મી ત્રિજિયા ક્ષેત્રફળમાં પોલ્ટ્રી ફાર્મની પ્રવૃત્તિઓ જેવી કે મરઘા, ઈંડા, મરઘા ફાર્મની સામગ્રી લાવવા લઈ જવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

 

 

 

બર્ડ ફ્લૂના સંકટને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને આ કાર્યવાહી કરી છે. આ સાથે જ વલસાડ જિલ્લાના 199 પોલ્ટ્રી ફાર્મમાં તપાસના આદેશ આપ્યા છે. વલસાડમાં 7 જાન્યુઆરીએ શહેરના સુઘડ ફળિયાથી 5 મૃત કાગડા મળ્યા હતાં. જેના સેમ્પલો પશુપાલન વિભાગે ભોપાલ લેબોરેટરીમાં મોકલાવી દીધા બાદ 4 કાગડાનો પોઝિટીવ રિપોર્ટ આવતાં જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

 

આ પણ વાંચો: કોરોના વેક્સિન અપડેટ: પોણા 3 લાખ કોરોના વેક્સિનના ડોઝ પહોંચ્યા અમદાવાદ, આવતીકાલે પહોંચશે અન્ય જિલ્લાઓમાં 

Next Video