ASHADHI BIJ કચ્છીઓ ઉજવે છે નવું વર્ષ, જાણો શું છે ઉજવણીનો ઇતિહાસ

|

Jul 11, 2021 | 9:20 PM

કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણેખુણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મીઠો છે. વડે વરેજી વધાઇયુ સાથે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

ASHADHI BIJ કચ્છીઓ ઉજવે છે નવું વર્ષ, જાણો શું છે ઉજવણીનો ઇતિહાસ
ASHADHI BIJ

Follow us on

ASHADHI BIJ આ દિવસની આમ તો સમગ્ર દેશમાં ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના સૌથી મોટા જીલ્લા કચ્છમાં આ દિવસ મનાવાય છે. કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણેખુણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મીઠો છે. વડે વરેજી વધાઇયુ સાથે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે. સમગ્ર દેશમાં જ્યારે ભગવાન જગન્નનાથની રથયાત્રા ફરે છે.

ત્યારે કચ્છમાં ASHADHI BIJને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધુમપુર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, પ્રજા રાજાને મળવા માટે દરબાર ભરાતો,  જે ઉજવણી આજે ફીકી પડી છે. પરંતુ આજે પણ લાપસીનું ભોજન બનાવી ઘણા કચ્છીઓ દેશ-વિદેશથી પણ એકમેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢીબીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

કેમ ઉજવાય છે અષાઢી બીજ નવા વર્ષ તરીકે ?
ASHADHI BIJને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળના ઇતિહાસની સૌથી સચોટ ગાથા હોય તો તે છે. સ.ન1231માં જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધુ અને ગુરૂ ગોરખનાથે તેને અષાઢીબીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. તે તો ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની કહે છે. અને દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટ્ટો ભોગવી  કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદીત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.

જે 1100 વર્ષથી પણ પહેલાની વાત હોવાનું મનાય છે. તો ઇતિહાસની સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે.  તો ખેડુતો આ દિવસો દરમ્યાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે. ટુંકમાં કહી શકાય કે પાણી તરસ્યા કચ્છમાં પાણીના મહત્વ સાથે આ દિવસને કચ્છીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે.

પહેલા ભવ્ય ઉજવણી થતી
જોકે ન માત્ર ગુજરાત રાજાશાહી સમયમાં કચ્છ રાજ સાથે જોડાયેલા અનેક વિસ્તારોમાં આ દિવસની નવા વર્ષ તરીકે ઉજવણી થતી. જોકે સમય જતા અન્ય જગ્યાએ આ ઉજવણીમાં ઓટ આવી. પરંતુ કચ્છમાં આજે પણ આ દિવસે ઉંમગભરે નવા વર્ષની ઉજવણી થાય છે. જોકે કચ્છમાં પણ થોડા વર્ષોથી આ ઉજવણી ફીકી બની છે.

દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢીબીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે. તો રાજાશાહી યુગમાં આ દિવસે

17 તોપની સલામી પણ અપાતી
અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થયા અંગે ભલે અનેક દંતકથાઓ હોય. પરંતુ કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે. ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે. ભલે પહેલા જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે. લાપસીના આંધણ સાથે લોકો એક મેકને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે.

Next Article