અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવા થી ઉપડતી ડેમુ ટ્રેનને હવે ડુંગરપુરથી લંબાવીને ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે. આમ હવે અમદાવાદ થી ચિત્તોડગઢની રેલવે સેવા રવિવાર 2, જુલાઈથી શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી 30 જૂને રેલવે દ્વારા કરવામાં આવી હતી. વાયા હિંમતનગર અને પ્રાંતિજ થઈને અવર જવર કરતી અસારવા ડુંગરપુર ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. આ દરમિયાન હવે ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવતા રાજસ્થાનના મુસાફરોને વધારો રાહત સર્જાશે.
ગુજરાતમાં રાજસ્થાનથી રોજગારી માટે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ગુજરાતમાંથી અનેક મુસાફરો ઉદયપુર અને રાજસ્થાનના પ્રવાસન સ્થળો પર ફરવા માટે જતા હોય છે. ટ્રેન લંબાવવાને લઈને મુસાફરોને હવે મોટી રાહત સર્જાશે. અગાઉ આ ડેમુ ટ્રેન અમદાવાદના અસારવાથી ડુંગરપુર સુધી દોડતી હતી.
અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ માટે દરરોજ ટ્રેન સવારે 10.05 કલાકે ઉપડશે. સવારે ઉપડનારી આ ટ્રેન હિંમતનગર 12.15 કલાકે પહોંચશે. જ્યારે ડુંગરપુર બપોરે 2.20 કલાકે પહોંચશે. જ્યાં 5 મિનિટના રોકાણ બાદ ટ્રેન ઉદયપુર જવા રવાના થશે. સાંજે 4.55 કલાકે ટ્રેન ઉદયપુર પહોંચશે અને ચિત્તોડગઢ રાત્રે 8.05 કલાકે પહોંચાડશે. આમ ચિત્તોડગઢ તરફ જનારા પ્રવાસીઓ માટે દિવસની ટ્રેન ખૂબ જ રાહતભરી બની રહેશે. આ વિસ્તારના લોકોને માટે ટ્રેન સેવા વધવાની આશા હતી અને એ મુજબ હવે ટ્રેનનો રુટ લંબાવવામાં આવતા રાહત સર્જાશે.
અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ધંધા અને રોજગાર માટે રહેતા રાજસ્થાનના લોકોને મોટી રાહત સર્જાઈ છે. આ ઉપરાંત દહેગામ, તલોદ. પ્રાંતિજ, હિંમતનગર અને શામળાજી વિસ્તારમાં ગ્રામ્ય સ્તરે ધંધો રોજગાર કરતા મોટા પ્રમાણના રાજસ્થાનના પરિવારોને રાહત સર્જાશે. ડુંગરપુર અસારવા ડેમુ ટ્રેન સેવાની શરુઆત વર્ષ 2022 ના જાન્યુઆરીમાં થઈ હતી.
નાગરિકોની સુવિધા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ. અસારવા-હિમતનગર-ડુંગરપુર બ્રોડગેજ રેલવે સેવાની ચાતક નજરે રાહ જોવાઇ રહી હતી તેના પ્રથમ ચરણમા ડુંગરપુર થી પ્રસ્થાન કરાવ્યુ.પ્રધાનમંત્રી માન.શ્રી @narendramodi જી તેમજ કેન્દ્રીયમંત્રી શ્રી @DarshanaJardosh પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરુ છુ pic.twitter.com/6KX3rHhBO7
— Dipsinh Rathod (@Dipsinh_Rathod) January 15, 2022
અસારવા ચિત્તોડગઢ ટ્રેનને લઈ સ્ટોપેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉદયુપર સિટી, કોટાના, ઋષભદેવ રોડ, કુંડલગઢ, સેમારી. સુરખાંડ કા ડેરા, જયસમંદ રોડ, પાડલા, ઝવર, ખારવા ચંદા, ઉમરા, રાણા પ્રતાપનગર, માવલી, ફતેહનગર, ભૂપલસાગર, કપાસણ, પંડોલી, નેટાવલ, ઘોસુંદા સહિતના સ્ટોપેજ પર ટ્રેન રોકાશે.
Published On - 11:19 am, Sun, 2 July 23