સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ છે. જેના લીધે ખેડૂતોને છેલ્લા એક સપ્તાહથી ખાતર માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે, તેમજ ખાતર ન મળવાના કારણે શિયાળું પાકનું વાવેતર ખોરંભાયું છે. ખેડૂતોએ શિયાળાની શરૂઆત સાથે રવિ પાકનું વાવેતર કર્યું. બટાકાથી લઈ ઘઉં સુધીના વાવેતર કરવામાં આવ્યા પરંતુ ખરા સમયે જ રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે. NPK,પોટાશ, સલ્ફેટ અને DAP જેવા ખાતર માટે ખેડૂતો તાલુકા કક્ષાએ રઝળી રહ્યા છે. પરંતુ ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોની ઉંઘ હરામ થઈ ચુકી છે.તો ખેડૂતો પર વધુ એક મુશ્કેલી આવતા રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે ખાતરની વહેલી તકે વ્યવસ્થા કરી આપવા તંત્ર પાસે ખેડૂતો માગ કરી રહ્યા છે.
કેમ ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ ?
છેલ્લા એક સપ્તાહથી રસાયણિક ખાતરની માગમાં વધારો નોંધાયો છે. જેના કારણે સહકારી મંડળી પાસે પુરતા પ્રમાણમાં ખાતર આવ્યું નથી. ઉલ્લેખનીય છેકે દર વર્ષે ખાતરની અછત થાય છે પરંતુ આગમચેતીના પગલા ભરાતા નથી એ એક કડવી વાસ્તવિક્તા છે. ખાનગી ડેપોમાં ખાતર ઉંચા ભાવે વેચાઈ રહ્યું છે. ખેડૂતોને ઉંચા ભાવે ખાતર લેવા મજબૂર થવું પડે છે.
આ પણ વાંચો : Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી
આ પણ વાંચો : SpaceX ISS: SpaceX રોકેટ પર 4 અવકાશયાત્રીઓ ISS માટે રવાના, ભારતીય અમેરિકન રાજા ચારીને બનાવાયા મિશન કમાન્ડર