Arvalli: શામળાજીમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણોનો શણગાર, મંદિરમાં ‘નંદ ઘેર આનંદ ભયો..’નો જય જયકાર

|

Aug 19, 2022 | 12:52 PM

ગુજરાતમાં (Gujarat) વિવિધ કૃષ્ણ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડાકોર, શામળાજી, દ્વારકા અને વિવિધ સ્થળે આવેલા ઇસ્કોન મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Arvalli: શામળાજીમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણોનો શણગાર, મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો..નો જય જયકાર
અરવલ્લીના શામળાજીમાં પમ ભક્તોમાં અનેરો ઉત્સાહ

Follow us on

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા અને શામળાજીની અને ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ પર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. અરવલ્લીના (Aravalli) શામળાજીમાં (Shamlaji) વહેલી સવારથી જ મંદિર ભક્તોથી ઉબરાયુ છે. શામળાજી મંદિરને જન્માષ્ટમી નિમિત્તે સજાવવામાં આવ્યુ છે. ભક્તો ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જન્માષ્ટમીના પ્રસંગે શામળાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શામળિયાને વિશેષ શણગાર

શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવનપર્વે ભક્તો કૃષ્ણમય બન્યા છે. અરવલ્લીના શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો, મુગુટ, અને સોનાની વાંસળી સહીતનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શામાળીયાની શણગાર આરતી પણ યોજાઈ હતી. મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. શામળાજી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. જનમાષ્ટમીના તહેવારના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવવા મંદિરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભક્તોમાં આતુરતા

ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna)  જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. ગુજરાતમાં શામળાજી સહિત તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા બન્યા છે. કોરોનાકાળમાં બે વર્ષ દરમિયાન મંદિરોમાં ભક્તો ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવી શકતા ન હતા. જો કે આ વર્ષે કોઇપણ પ્રતિબંધો વગર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તો ઉત્સવને આનંદપૂર્ણ માણવા માટે ખૂબ જ આતુર બન્યા છે.

ગુજરાતમાં વિવિધ કૃષ્ણ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડાકોર, શામળાજી, દ્વારકા અને વિવિધ સ્થળે આવેલા ઇસ્કોન મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.  ભક્તો પણ મોટી સંખ્યામાં આ જન્મોત્સવની ઉજવણીમાં જોડાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. હાલ ભક્તો ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

Next Article