ARVALLI : ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું ધરી દીધું, જાણો કોના ત્રાંસથી આ પગલું ભર્યું?

MODASA NEWS : ટીડીઓ સરપંચને રૂબરૂ સાંભળશે, ત્યારબાદ તેમના રાજીનામા અંગે નિર્ણય લેવાશે.

ARVALLI :  ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું ધરી દીધું, જાણો કોના ત્રાંસથી આ પગલું ભર્યું?
Sarpanch of Tintoi Gram Panchayat resigns
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:18 AM

ગામમાં તો જો તલાટી જ હાજર ન રહે તો સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે એન ગામના વિકાસ કર્યો અટકી જાય છે.

ARVALLI : અરવલ્લીના મોડાસામાં આવેલી ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું આપી દીધુ છે. સરપંચ અબ્દુલ ટીંટોઈયાએ પોતાનું રાજીનામું ડીડીઓને સોંપ્યું છે.સરપંચનો આક્ષેપ છે કે તેમણે તલાટીના ત્રાસથી રાજીનામું આપ્યું છે.ગ્રામ પંચાયતમાં તલાટી હાજર જ નથી રહેતા.જેનાથી કંટાળીને તેઓએ રાજીનામું આપ્યું છે.જોકે ટીડીઓ સરપંચને રૂબરૂ સાંભળશે, ત્યારબાદ તેમના રાજીનામા અંગે નિર્ણય લેવાશે.

ટીંટોઈ મોડાસાનું એક મોટું ગામ છે અને આ ગામમાં વિકાસ માટે ગ્રામ પંચાયતે પણ ખુબ જ વિકાસના કામ કરવાની જરૂર છે. પણ જો સરપંચ અને તલાટી વચ્ચે જ સંકલનનો અભાવ હોય તો તેની સીધી અસર ગામના વિકાસ પર પડે એ સ્વાભાવિક છે. ટીંટોઈ ગામના તલાટી સતત ગેરહાજર રહેવાને કારણે સરપંચને મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે સરપંચે અનેકવાર રજૂઆતો કરી છતાં તલાટીની ફરજ પર ગુલ્લી યથાવત રહેતા આખરે સરપંચે કંટાળીને રાજીનામું ધરી દીધું છે.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી – તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

પણ આવામાં જો તલાટી જ હાજર ન રહે તો સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે એન ગામના વિકાસ કર્યો અટકી જાય છે તેમજ નવા કાર્યો થતા નથી. તેનું ઉદાહરણ આ ટીંટોઈ ગ્રામ પંચાયત છે.

આ પણ વાંચો : SURAT : SOGએ 35 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી, જાણો ક્યાં છુપાવ્યો હતો ગાંજો ?

આ પણ વાંચો :  Gandhinagar: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો આપશે હાજરી