
અંધશ્રદ્ધામાં લોકોએ જીવ ગુમાવવાના કિસ્સાઓમાં હજુ પણ ઘટાડો આવી રહ્યો નથી. અરવલ્લી જિલ્લામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામે એક કિશોરીને પોતાના ઘરમાં પાણીયારી નજીક પાણી પિવા જતા જ સાપે ડંખ મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. મેઘરજના પંચાલ ગામની 14 વર્ષની કિશોરીને સર્પદંશ દેતા તેને સ્થાનિક ભૂવા પાસે લઈ જવાઈ હતી. આમ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જવાને લઈ સારવારમાં વિલંબ થતા કિશોરી મોતને ભેટી હોવાનુ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે.
કિશોરીને સર્પદંશ થયા બાદ સ્થાનિક ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. જ્યા ભૂવાએ તેની વિધી કરી હતી અને જેનાથી અંતરરીયાળ વિસ્તારના પરિવારે શિક્ષણ અને વિજ્ઞાનની અજ્ઞાનતાને લઈ કિશોરી ઠીક થઈ જવાની આશા બાંધી બેઠા હતા. પરંતુ સ્થિતિ વધારે ગંભીર જણાતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચુક્યુ હતુ.
જ્યારે કિશોરીને સર્પદંશ થયો હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેના પરિવારજનોએ ભૂવા પાસે લઈ જવાનુ નક્કી કર્યુ હતુ. આસપાસના અંતરીયાળ વિસ્તારમાં ચાલતી પ્રથાનુસાર કિશોરીને ભૂવા પાસે લઈ જઈને વિધિ કરાવી હતી. જોકે વિધિ કર્યાને લઈ શરુઆતમાં તો દીકરી ઠીક થઈ જવાનો પરિવારજનોને આશા હતી. પરંતુ તબિયત ધીરે ધીરે વધારે ગંભીર થવા લાગતા આખરે કિશોરીને મેઘરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અરવલ્લીમાં અંધશ્રદ્ધાને કારણે એક કિશોરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો, લોકો કયાં સુધી અંધશ્રદ્ધામાં માનશે? | #TV9GujaratiNews#aravali #SnakeBite #Death #superstitions #Gujarat #TV9News pic.twitter.com/LgmOIsPgaO
— Tv9 Gujarati (@tv9gujarati) August 14, 2023
કિશોરીની તબીયત ઠીક નહી થવાને લઈ પરિવારજનોની ચિંતા વધી હતી. જેને લઈ આખરે દિકરીનો જીવ બચાવવા માટે થઈને પરિવારજનો દ્વારા મેઘજરની સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પુત્રીને લઈને મેઘરજની હોસ્પિટલમાં લઈને પહોંચતા જ્યાં સર્પદંશની સારવાર તો શરુ કરવામાં આવી હતી. પરંતુ આખરે પુત્રીએ સારવાર દરમિયાન જ પોતાનો દમ તોડી દીધો હોવાના રિપોર્ટસ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે કે, સર્પદંશ બાદ જે વાર લગાડવામાં આવી હતી, સારવાર માટે પહોંચવાનીએ તેને લઈ કિશોરીની સ્થિતિ વધારે ગંભીર બની હતી. જો સમયસર હોસ્પિટલ લઈ આવીને સારવાર હાથ ધરી હોત તો કિશોરીનો જીવ બચાવી શકાયો હોત.
Published On - 4:19 pm, Mon, 14 August 23