ગુજરાતના(Gujarat)અરવલ્લીના(Aravalli)વાત્રક ડેમ( Vatarak Dam)વિસ્તારમાં દીપડો દેખાયો છે. જેમાં માલપુર તાલુકાના વાત્રક ડેમ પર CIFના જવાનોના રુમ પાછળ દીપડો દેખાયો છે. આ પૂર્વે દીપડાએ જુના સખવાણિયા ગામે 4 પશુઓનું મારણ કર્યું હતું.
જો કે દીપડો દેખાતા આસપાસના વિસ્તારના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમજ વન વિભાગના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જાણ કરી દેવા છતાં વન વિભાગ તરફથી કોઇ પ્રતિભાવ ન મળતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
આ પણ વાંચો : રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી
આ પણ વાંચો : ભાવનગરમાં સો ટકા રસીકરણ માટે નવતર પ્રયોગ, ડોર સ્ટેપ રસીકરણ શરૂ કરાયું
Published On - 10:50 am, Tue, 12 October 21