Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

|

Sep 04, 2023 | 10:11 PM

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરવા માટે વિશેષ આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યા છે. આ માટે શામળાજીમાં મેળા અને જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મોટી સંખ્યામાં જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. સ્થાનિક આદીવાસી સમાજમાં આઠમના મેળાનુ વિશેષ મહત્વ હોય છે.

Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય
શામળાજી મંદિર દર્શન સમય

Follow us on

ગુરુવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરવા માટે વિશેષ આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યા છે. આ માટે શામળાજીમાં મેળા અને જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મોટી સંખ્યામાં જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. સ્થાનિક આદીવાસી સમાજમાં આઠમના મેળાનુ વિશેષ મહત્વ હોય છે.

જન્માષ્ટમીને લઈ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. મંદિરને શણગારવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈ મંદિર પર વિશેષ લાઈટ દ્વારા ઝળહળતી રોશની કરવામાં આવશે.

તૈયારીઓ પૂરજોશમાં

હાલમાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. મંદિરને ઝળહળતી લાઈટો વડે શણગારવામાં આવશે. આ ઉપરાંત મંદિરના તમામ ગેટ થી લઈને મંદિરના તમામ માર્ગોને પણ સ્વચ્છ કરીને શ્રદ્ધાળુઓને અગવડતા ના પડે એ માટે થઈને આયોજન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક જિલ્લા પોલીસ દ્વારા પણ જન્માષ્ટમીને લઈ ભક્તોની ઉમટનારી ભીડને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મંદિર પરિસર વિસ્તારમાં સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. મંદિર પરીસરમાં ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ભજનની સંધ્યા યોજવા સહિત મંદિર પરિસરમાં પ્રાથમિક સુવિધાઓ અને સરળતાના આયોજન કરવામાં આવ્યા છે.

દિવ્ય શણગાર સજવામાં આવશે

ભગવાન શામળીયા એટલે કે કાળિયા ઠાકોરજીના દર્શન કરવા માટે આદીવાસી સમાજ અને વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉમટશે. કાળિયા ઠાકોરના દર્શન આ દિવસે કરવાનુ આદીવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે. જેને લઈ મોટી ભીડ અહીં રાજસ્થાન અને ગુજરાતથી ઉમટશે.

આ દિવસે ભગવાનને દિવ્ય શણગાર સજવામાં આવતો હોય છે. ભગવાનને સુંદર વાઘાથી સજાવવા સાથે સોના, ચાંદી અને હિરા જડીત આભૂષણોનો શણગાર કરવામાં આવશે. આ દિવસો ભગવાનને સોનાની વાંસળી અને હિરા જડીત મુગટ પણ સજાવવામાં આવશે. આમ અલભ્ય દર્શનનો લાભ આ દિવસે મળતો હોય છે.

દર્શનનો સમય

વિગત  દર્શનનો સમય
મંદિર ખુલશે સવારે 6.00 કલાકે
મંગળા આરતી સવારે સવારે 6.45લાકે
શણગાર આરતી સવારે સવારે 9.15 કલાકે
મંદિર બંધ થશે

રાજભોગ ધરાવવામાં આવશે.

સવારે 11.30 કલાકે
મંદિર ખુલશે
રાજભોગ આરતી.
બપોરે 12.15 કલાકે
મંદિર બંઘ થશે
ઠાકોરજી પોઢી જશે
બપોરે 01.00 કલાકે
ઉત્થાપન બપોરે 2.15 કલાકે
સંધ્યા આરતી સાંજે 7.00 કલાકે
શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12.00 કલાકે
આરતી રાત્રે 12.00 કલાકે
શયન આરતી રાત્રે 12.45 કલાકે
મંદિર મંગલ
મંદિર બંધ થશે
રાત્રે 1.00 કલાકે

આ પણ વાંચોઃ  Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 10:00 pm, Mon, 4 September 23

Next Article