Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

|

Feb 26, 2022 | 11:31 PM

કંપારી છૂટી જશે કે એક પતિએ તેની પત્નિને મોતને ઘાટ ઉતારવા માટે ડિટોનેટર નો વિસ્ફોટ કર્યો હતો. પત્નિના શરીરના ફુરચાં ઉડી ગયા સાથે જ તેના મોતનુ ષડયંત્ર રચનાર પતિ પણ મૃત્યુ નિપજ્યુ હતુ.

Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી
Arvalli: પોલીસે હત્યા અને એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

Follow us on

અત્યાર સુધી હત્યાઓને એવી સાંભળી હશે કે જેમાં બોથડ પદાર્થ કે પછી તીક્ષ્ણ હથીયાર ફટકારીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હશે. પરંતુ આ વાત સાંભળીને તો કંપારી છૂટી જશે કે એક પતિએ તેની પત્નિને મોતને ઘાટ ઉતારવા માટે ડિટોનેટર નો વિસ્ફોટ કર્યો હતો. પત્નિના શરીરના ફુરચાં ઉડી ગયા સાથે જ તેના મોતનુ ષડયંત્ર રચનાર પતિ પણ મૃત્યુ નિપજ્યુ હતુ. ઘટના અરવલ્લી (Arvalli) જીલ્લાના મેઘરજની છે. ઘટનામાં હવે એટીએસે (Gujarat ATS) પણ તપાસ હાથ ધરી છે.

આમ તો કંપારી છુટી જાય એવી ઘટના અરવલ્લીના મેઘરજ તાલુકાના બીટી છાપરાં ગામમાં ઘટી હતી. પતિ લાલાભાઇ પગીએ પત્નિ સાથેના ઘરેલુ ઝઘડામાં પોતાની પત્નિ શારદાબેન ને ડિટોનેટરનો વિસ્ફોટ કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પત્નિને મારવા જતા પોતે પણ એ જ વિસ્ફોટમાં મોતને ભેટ્યો હતો. પતિ એ પોતાની પત્નિ ના પિયરમાં જઇને આ કૃત્ય કર્યુ હતુ. મુલોજ ગામના પતિએ મહિલાના પિયર મેઘરજના બીટી છાપરા ગામે પહોંચીને તેને બાથમાં ભીડી લીધી હતી. અને એ દરમિયાન તેણે ડિટોનેટરનો વિસ્ફોટ કર્યો હતો. જેમાં મહિલા ટુકડાઓમાં ફેરવાઇ ગઇ હતી. તો પતિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે પણ ઘટનાની કલાક બાદ મોતને ભેટ્યો હતો.

મૃતક મહિલા શારદા બેનના ભાઇએ ભવાન તરાલે કહ્યુ હતુ કે, મૃતક મારા બેન અને બનેવી છે, મારા બનેવીએ મારા બેનની હત્યા વિસ્ફોટ કરીને મોત ને ઘાટ ઉતારી દીધી છે. બનેવી તેના શરીરે ટેપ પટ્ટી લગાવીને વિ્સફોટક લઇને આવેલ.  મારા ઘરે મારી બેન દોઢેક માસથી રિસાઇને આવેલ હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા. તેમને 21 વર્ષીય એક પુત્ર પણ છે શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારે રાત્રે પતિ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી ગયો હતો.

આત્મઘાતી પગલુ ભર્યા બાદ કણસતો રહ્યો પતિ

પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જીલ્લા પોલીસવડાને જાણ કરતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

તપાસ કઇ દિશામાં

આ અંગે TV9 સાથે વાત કરતા મોડાસા વિભાગના DySP ભરત બશિયાએ કહ્યુ હતુ કે, અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે તે વિસ્ફોટકોને કેવી રીતે લઇ આવ્યો હતો. તે વિસ્ફ્ટક સામગ્રી પરમીટ હેઠળ જ મળી શકે એમ છે. આમ છતાં તેના લાવવાને લઇને પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ જ પ્રકારે હત્યા કરવાનુ આત્મઘાતી પગલુ કેમ ભર્યુ તેના અનેક પ્રકારે કારણો ચકાસી રહ્યા છીએ. ઘટનામાં હત્યા અને એક્સપ્લોઝીવ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ATS એ પણ લીધી મુલાકાત

એટીએસની ટીમ પણ ઘટનાની તપાસમાં જોડાઇ હતી અને વિસ્ફટક સામગ્રી ક્યાંથી અને કેવી રીતે મેળવી હતી એ પણ તપાસ હાથ ધરી છે. આ મામલે ઇસરી પોલીસે હત્યા અને એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. વિસ્ફોટ સામગ્રીનો ઉપયોગ થયો હોવાને લઇને એટીએસે સલામતીના કારણોસર તમામ દિશાઓના તારને ધ્યાને રાખીને સ્થળ મુલાકાત કરી ઝીણવટતાથી તમામ વિગતો મેળવી હતી ઘટનાનુ સાચુ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video

 

Published On - 11:19 pm, Sat, 26 February 22

Next Article