Aravalli : મેઘરજ અને મોડાસા પંથકમાં સવારથી જ ધીમીધારે વરસાદ, બપોર બાદ વરસાદનું જોર વધ્યું

|

Jul 25, 2021 | 5:40 PM

નોંધનીય છેકે હવામાન વિભાગે જિલ્લામાં 25 અને 26 જુલાઇના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હજું પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Aravalli : જિલ્લાના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સવારે હળવા વરસાદ બાદ બપોરે ધોધમાર વરસાદ પડયો છે. જેમાં દઘાલીયા, જબુંસર, મોતીપુરા, ઉમેતપુર સહિતના ગામોમાં વરસાદ પડયો છે. ભારે વરસાદને કારણે દઘાલીયા ગામના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો જિલ્લાના મેઘરજ પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ ખાબકી રહ્યો છે. અહીં નોંધનીય છેકે હવામાન વિભાગે જિલ્લામાં 25 અને 26 જુલાઇના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હજું પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદને કારણે ખેડૂતોના મગફળી અને સોયાબીન જેવા પાકને જીવતદાન મળ્યું છે.

 

Next Video