Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના

|

Aug 19, 2023 | 3:30 PM

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે.

Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના
ખેડૂતોએ ધૂન શરુ કરી

Follow us on

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને હવે પોતાના ખેતરમાં ઉભો પાક સુકાઈ જાય એવો ડર સતાવવા લાગ્યો છે. પશુપાલન પર નભતા ખેડૂત પરિવારોને પણ ચિંતા લાગી છે. જેને લઈ અરવલ્લીના મોડાસામાં સપ્તાહ અખંડ ધૂન શરુ કરીને વરુણદેવતાને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે. અંતિમ ત્રીસ દિવસમાથી 15 દિવસતો સાવ કોરા ધાકોર પસાર થયા છે. વરસાદ વિના હવે ખેડૂતો પરેશાન થવા લાગ્યા છે અને વરસાદ વરસે એવી રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના જળાશયોમાં ખાસ પાણીની આવક પણ ચાલુ વર્ષે નોંધાઈ નથી.

ખેડૂતોએ ધૂન શરુ કરી

આમ ડેમ જળાશયમાં પણ પાણીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં હવે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો માટે મુશ્કેલીઓ શરુ થઈ છે. ખેડૂતોને હવે ખેતરમાં ઉભો પાક પણ સુકાઈ જાય એવો ડર વ્યાપી રહ્યો છે. ખેડૂતોએ સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકની ખેતી કરી છે. આ દરમિયાન હવે વરસાદ ખેંચાતા સરસ તૈયાર થયેલો પાક સિંચાઈના અભાવે મુરઝાઈ જાય એવી સ્થિતિ છે. જેને લઈ મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપા ગામના ખેડૂતોએ ગામના નિષ્કલંકી નારાયણ દેવ ભગવાનની સમક્ષ સપ્તાહ અખંડ ધૂન શરુ કરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગામના લોકોએ હવે ચોવીસે કલાક ધૂન શરુ કરી છે. આ માટે સાત દિવસનો અખંડ દિવો પ્રગટાવ્યો છે અને તેના સમક્ષ હવે ધૂન શરુ કરવામાં આવી છે. ભગવાનની સમક્ષ પ્રાર્થના કરવા માટે ગ્રામજનો ધૂન શરુ કરી છે. ખેડૂત અને ખેડૂતના પરિવારજન ગ્રામજનો રાત દિવસથી આ ધૂનની શરુઆત કરવામાં આવી છે. વરુણ દેવતા હવે જલદી રિઝે અને વરસાદ વરસાવે એમ પ્રાર્થના ગ્રામજનોએ શરુ કરી છે.

વરસાદની તાતી જરુરીયાત

ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે,જો વરસાદ વરસે તો સ્થાનિક ખેડૂતોનો પોતાના પાકને જીવતદાન મળવા સાથે સ્થાનિક જળાશયોમાં જળસ્તરનો વધારો થશે. વિસ્તારમાં વરસાદ ખેંચતા મુશ્કેલી સર્જાઈ છે અને હવે વરુણ દેવતાની કૃપા જ ખેડૂતોના જીવમાં જીવ પુરી શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:28 pm, Sat, 19 August 23

Next Article