Aravalli: સિંચાઇની સમસ્યાને લઇને ખેડૂતોનો અનોખો પ્રયાસ, જુઓ કેવી રીતે કર્યો સિંચાઇનો ઉપાય

|

Jun 13, 2021 | 7:39 PM

અરવલ્લી (Aravalli) જિલ્લાના મેઘરજ વિસ્તારના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇ (Irrigation) ની સમસ્યા વર્તાતી હોય છે. ખેડૂતોએ સિંચાઇ કરવા માટે મોટાભાગે વરુણ દેવની કૃપા પર જ નિર્ભર રહેવું પડતું હોય છે.

અરવલ્લી (Aravalli) જિલ્લાના મેઘરજ વિસ્તારના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇ (Irrigation) ની સમસ્યા રહેતી હોય છે. ખેડૂતોએ સિંચાઇ કરવા માટે મોટાભાગે વરુણ દેવની કૃપા પર જ નિર્ભર રેહવું પડતું હોય છે. પરંતુ મેઘરજના શાંતિપુરા ગામના ખેડૂતોએ સિંચાઇ માટે નવો પ્રયાસ શરુ કર્યો છે. અહીં ખેડૂતોએ સ્વખર્ચે ત્રણ તળાવો (Farm pond) બનાવ્યા છે.

ખેડૂતોને વાવણી કરતી વખતે એ-જ ચિંતા સતાવતી હોય છે કે, વાવી તો દીધું પરંતુ સિંચાઇ પુરી થઇ રહેશે કે નહીં. આ માટે ખેડૂતો પણ ચોમાસા પર આશ લગાવી બેઠા હોય છે કે, વરસાદ સારો વરસે. અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારના અનેક ગામડાના ખેડૂતો અપૂરતી સિંચાઇ વ્યવસ્થા ધરાવે છે. આ વિસ્તારમાં ખેડૂતોને અહીં સિંચાઇ માટે ખાસ કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. જે ઉપલબ્ધ છે, તે કોઇ મદદરુપ નથી.

મેઘરજના શાંતિપુરા વિસ્તારના ખેડૂતોએ પોતોના ખેતરમાં જાતે જ તળાવોનું નિર્માણ કાર્ય કર્યુ છે. જે મુજબ થોડાક ખેડૂતોએ ભેગા મળીને ત્રણ તળાવનું નિર્માણ કર્યું છે. જે નિર્માણ કરવા માટે પ્રતિ તળાવ દીઠ બારેક લાખ રુપિયા ખર્ચ થયો છે. એક તળાવ દીઠ સવાથી દોઢ કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.

ખેડૂત સુરેશભાઇ પટેલે કહ્યું હતું, અમે લોકોએ આ નવતર પ્રયોગને અપનાવ્યો છે., ત્રણ તળાવ બનાવ્યા છે. જે એક તળાવ સવાથી દોઢ કરોડ લીટર પાણી સંગ્રહ કરી શકે છે. તેને નિર્માણ કરવાનો ખર્ચ 12 લાખ રુપિયા એક તળાવ દીઠ થયો છે.

Farm lake

સાડા ચાર કરોડ લીટર પાણી સંગ્રહ થશે.

ખેડૂતોએ બનાવેલ ત્રણેય તળાવોમાં સાડા ચાર કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકશે. ચોમાસા દરમ્યાન ભૂગર્ભ જળ ઉંચા આવતા એ સમયે આ તળાવોને ભરવામાં આવશે. સાથે જ વરસાદ સારો વરસે તો વરસાદી પાણી પણ તળાવમાં ઉમેરાશે. આમ તળાવ ભરાય તો આસપાસના 70 થી 80 વિઘા જમીનને સિંચાઇની રાહત થશે.

અધિકારીઓ પણ મુલાકાતે પહોંચ્યા હતા

શાંતિપુરાના ખેડૂતોએ કરેલા નવતર પ્રયોગને હવે ખેતીવાડી વિભાગને પણ પસંદ પડ્યો છે. વિસ્તારના ખેડૂતો ઉપરાંત ખેતીવાડીના અધિકારીઓ પણ ખેત તલાવડીને જોવા અને સમજવા માટે અહીં આવતા હોય છે. તો આ વિસ્તારના ખેડૂતોએ સિંચાઇ માટે પાણીની અછતમાં તેની કિંમત સમજી છે. તેઓએ 100 ટકા ડ્રીપ ઇરીગેશન વડે ખેતી કરે છે.

 

Published On - 7:12 pm, Sun, 13 June 21

Next Video