અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની “DISHA” સમિતિની એટલે કે ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ સહિતની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. યોજનાઓ લોકો સુધી પહોંચવા અને તેમો મહત્તમ લાભ લોકોને મળે એ માટેના સરકારના પ્રયાસને લઈ અધિકારીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી સમીક્ષામાં જ્યાં જરુર જણાય એ મુજબ યોજનાનો વધુ લાભ પહોંચે એ માટે સૂચનાઓ સાંસદ દ્વારા આપવામાં આવી હતી.
જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જીલ્લાની મધ્યાહન ભોજન યોજના, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા યોજના વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.
જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી તેના યોગ્ય કરવા માટે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સરકારની વિવિધ યોજનાનો લાભ મહત્તમ લોકો મેળવે તે માટે પ્રચાર કરવા જીલ્લાની ચૂંટાયેલ પદાધિકારીઓને પણ અપીલ કરવામાં આવી હતી. જેથી મહત્તમ લોકો તેનો લાભ ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પહોંચી શકે.