Aravalli: શાળા પ્રવેશોત્સવમાં મામલતદારનુ અપમાન, કલેકટરે આદેશ કરતા શિક્ષણના અધિકારીઓને નોટીસ ફટકારાઈ

|

Jun 14, 2023 | 12:28 PM

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી તરીકે ભિલોડા મામલતદાર ઝીલ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. વાંદિયોલ અને ખોડંબા પ્રાથમિક શાળામાં મામલતદારને અધ્યક્ષ સ્થાન નહીં આપીને અપમાન કરવામાં આવ્યાનો વિવાદ સર્જાયો.

Aravalli: શાળા પ્રવેશોત્સવમાં મામલતદારનુ અપમાન, કલેકટરે આદેશ કરતા શિક્ષણના અધિકારીઓને નોટીસ ફટકારાઈ
મામવતદારનુ અપમાન થતા નોટીસ ફટકારાઈ

Follow us on

રાજ્યમાં હાલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અરવલ્લીમાં વિવાદ બહાર આવ્યો છે. પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ માટે પહોંચેલા મામલતદારને મુખ્ય સ્થાન નહીં અપાતા વિવાદ સર્જાયો હતો. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન મામલતદારને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નહીં રાખીને અપમાનિત કરવામાં આવ્યા હોવાની ફરીયાદ થઈ હતી. જેને લઈ પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકાના શિક્ષણના અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

ભિલોડા મામલતદાર દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવી હતી. જેને લઈ જિલ્લા ક્લેકટર દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને આ સંદર્ભે વિગતની જાણકારી માંગી હતી. પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા હવે મામલતદારના રજૂઆતના સંદર્ભમાં સ્થાનિક અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવાની કાર્યવાહી કરવામાં આવી છે.

કાર્યક્રમમાં મામલતદારનુ અપમાન

જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગે નિમણૂંક કરવામાં આવી હતી. જે મુજબ ભિલોડાના મામલતદાર પણ આ કાર્યક્રમને નિમણૂંક કરવામાં આવ્યા હતા. મામલતદાર ભિલોડાને કાર્યક્રમ માટે રુટ નંબર-15 ના મુખ્ય અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. આમ જે અધિકારીને રુટ મુજબની શાળામાં પહોંચીને તેમના અધ્યક્ષ સ્થાને શાળામાં કાર્યક્રમનુ આયોજન કરવાનુ હતુ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પરંતુ ખોડંબા અને વાંદિયોલની પ્રાથમિક શાળાઓમાં મામલતદારને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યુ નહોતુ. આમ મામલતદારને અધ્યક્ષની ખુરશીથી સાઈડમાં રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. મામલતદાર ઝીલ પટેલનુ અપમાન કરવામાં આવ્યુ હોવાને લઈ આ અંગે કાર્યક્રમ બાદ જિલ્લા ક્લેકટર પ્રશસ્તિ પારિકને અપમાનિત કર્યાની જાણ કરવામાં આવી હતી. .

દિન-1 માં ખુલાસો માંગ્યો

આ અંગે મામલતદાર ઝીલ પટેલ દ્વારા લેખીતમાં સમગ્ર વિગતની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ ક્લેકટર દ્વારા તુરત એક્શન લેવાતા હવે સ્થાનિક તાલુકા કક્ષાના શિક્ષણના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેઓને માત્ર એક જ દિવસમાં આ અંગેનો ખુલાસો રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે. આમ ખુલાસો સામે આવ્યા બાદ જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રોટકોલના ભંગ કરવા બદલ શિક્ષા થઈ શકવાની સંભાવના કાર્યવાહી પરથી લાગી રહી છે.

 

આ પણ વાંચોઃ Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:16 pm, Wed, 14 June 23

Next Article