Aravalli: ક્રિકેટ રમતા 20 વર્ષનો યુવક મેદાનમાં જ ઢળી પડ્યો, એન્જીનિયરના વિદ્યાર્થીએ હાર્ટએેટેકથી ગુમાવ્યો જીવ!

|

Jul 17, 2023 | 8:38 AM

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક યુવાનનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. ક્રિકેટ રમવા દરમિયાન યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવા બાદ યુવક મોતને ભેટ્યો હતો. યુવક મોતને ભેટવાને લઈ વિસ્તારમાં શોકમગ્ન માહોલ થયો છે.

Aravalli: ક્રિકેટ રમતા 20 વર્ષનો યુવક મેદાનમાં જ ઢળી પડ્યો, એન્જીનિયરના વિદ્યાર્થીએ હાર્ટએેટેકથી ગુમાવ્યો જીવ!
20 વર્ષનો યુવક મેદાનમાં જ ઢળી પડ્યો

Follow us on

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક યુવાનનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. ક્રિકેટ રમવા દરમિયાન યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવા બાદ યુવક મોતને ભેટ્યો હતો. યુવક મોતને ભેટવાને લઈ વિસ્તારમાં શોકમગ્ન માહોલ થયો છે. પર્વ સોની નામનો આશાસ્પદ યુવાન એન્જીનિયરીંગનો અભ્યાસ કરતો હતો. આ દરમિયાન તે મોડાસા શહેરમાં જ

મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટી વિસ્તારમાં આવેલ તીર્થ એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતો હતો. પર્વ સોની મિત્રો સાથે મેડાસા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલ ખડાયતા બોર્ડિંગમાં ક્રિકેટ રમવા માટે પહોંચ્યો હતો. જ્યાં તે મેદાનમાં ક્રિકેટ રમતા વેળા જ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરવા લાગ્યો હતો. શરુઆતમાં અન્ય સાથીઓને વાત સામાન્ય લાગી રહી હતી. પરંતુ તે બૂમાબૂમ કરવા લાગતા જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

એકાએક જ ઢળી પડ્યો યુવક

મૂળ શિણાવાડા ગામના અને હાલમાં શહેરમાં ગોવર્ધન સોસાયટી વિસ્તારમાં રહેતા કેતુલભાઈ સોનીના વીસ વર્ષીય પુત્ર શનિવારે ક્રિકેટ રમવા માટે ગયો હતો. મિત્રો સાથે નિયમીત ક્રિકેટ રમવા જેમ શનિવારે તે ઘરેથી નિકળીને શહેરમાં આવેલ ખડાયતા બોર્ડિગ વિસ્તારમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. આ દરમિયાન જ તે અચાનક જ પોતાને છાતીમાં દુઃખાવા જેવુ લાગતા મેદાનમાં જ નિચે બેસી ગયો હતો. શરુઆતમાં તેને પોતાને અને તેના મિત્રો વાત સામાન્ય લાગી રહી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પરંતુ એકાએક જ પર્વ સોની મેદાનમાં જ બૂમો પાડવા લાગીને ઢળી પડતા જ મિત્રોએ તેને તાત્કાલિક જ સારવાર માટે સ્થાનિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે એ પહેલા જ પર્વ સોની મિત્રોને કાયમ માટે અલવિદા કહી ચુક્યો હતો. યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો તો જ્યાં તે મોતને ભેટ્યો હોવાનુ તબિબોએ જણાવ્યુ હતુ. પ્રાથમિક રીતે યુવક હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઘટના બાદ તેના પરિવારજનો અને અન્ય સગા સંબંધીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં મોતના સમાચાર જાણતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં છેલ્લે કેટલાક સમયથી વધી રહી છે. નાની ઉંમરે જ યુવાનો મોતને ભેટતા હોવાના સમાચારો સતત સામે આવતા રહ્યા છે. રાજકોટમાં પણ થોડા સમય અગાઉ આવી ઘટના સામે આવી હતી. આ ઉપરાંત નારિયેળીને બગિચામાં કામ કરતા કરતા એક કિશોર પણ ઢળી પડ્યાના સમાચાર આવ્યા હતા.

આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Sun, 16 July 23

Next Article