એસટી બસમાં લેપટોપ સાથે લઈ જવાની ટિકિટ ચૂકવવી પડશે! આવુ સાંભળીને તમને જરુરથી નવાઈ લાગશે. પરંતુ હા આવુ બન્યુ છે. મોડાસાથી અમદાવાદ જઈ રહેલા એક યુવાનને મહિલા બસ કંડકટરે તેની સાથે તેની પાસે રહેલા બે લેપટોપની ટિકિટ લેવા માટે ફરજ પાડી હતી. એક લેપટોપ લેખે બે ના 88 રુપિયા ટિકિટ વસુલ કરવામાં આવી હતી. મહિલા બસ કંડકટરે ઉદ્ધત વર્તન કરીને યુવાન પાસેથી ટિકિટ વસુલ કરવાને લઈ તેણે ટિકિટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા તે વાયરલ થવા લાગ્યો હતો.
જોકે હવે સોશિયલ મીડિયા ટિકિટ વાયરલ થતા જ એસટી વિભાગ તરફથી શરતચૂક થઈ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ તકલીફ બદલ દિલગીરી પણ એસટીના અધિકારીઓએ યુવાનને રુબરુ વ્યક્ત કરી છે. સાથે જ મોડાસા એસટી ડેપો તરફથી ટિકિટની રકમને રિફંડ કરવાની વાત જણાવવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામનો યુવાન ભાવિન પરમાર મોડાસા થી અમદાવાદ જવા માટે ગત 5 જુલાઈએ નિકળ્યો હતો. યુવાન મોડાસામાં ખાનગી બેંકમાં નોકરી કરતો હોઈ બેકીંગની પરીક્ષા અમદાવાદ આપવાની હોઈ એસટી બસમાં નિકળ્યો હતો. આ દરમિયાન યુવાન પાસેથી તેની પોતાની ટિકિટ તો એસટી કંડકટરે કાપી હતી. પરંતુ લેપટોપની ટિકિટના પૈસા પણ ચૂકવવા માટે માંગ કરી હતી. મહિલા કંડકટરે યુવાન મુસાફર પાસેથી લેપટોપ સાથે રાખવાના પૈસા માંગ્યા હતા અને તેની ટિકિટ કાપી હતી.
યુવકે શરુઆતમાં આ અંગેના નિયમ અંગેની જાણકારી માંગી હતી. પરંતુ કંડકટરે ટિકિટના પૈસાનો જ આગ્રહ રાખીને તેમનુ વર્તન ઉદ્ધત હોવાનો આક્ષેપ યુવાનો કર્યો હતો. જોકે યુવાને લેપટોપની ટિકિટના પૈસા ચુકવી દીધા હતા અને તે ટિકિટની તસ્વીર સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેને લઈ તે તસ્વીર ખૂબ વાયરલ થવા લાગી હતી. મામલામાં આખરે એસટી વિભાગે પણ હવે ટિકિટના પૈસા રિફંડ કરવાની વાત કરી હતી.
* मोडासा से अहमदाबाद जा रही ST बस में हुआ अजीबो गरीब वाक्या
* बस में कंडक्टर ने लैपटॉप यूज़ करने के अलग से 44 रुपिए का टिकट काटा
* विद्यार्थी ने सोशियल मीडिया में पोस्ट डाली तो अब ST विभाग लौटाएगा पैसा#ST #Bus #modasa #Ahmedabad #laptop #TICKET pic.twitter.com/Shg0OAVVcT— Archana Pushpendra (@margam_a) August 7, 2023
આ મામલે હિંમતનગર એસટી વિભાગીય નિયામકને આ મામલે યુવકે રુબરુ રજૂઆત કરી હતી. આ મામલે મોડાસા એસટી ડેપો મેનેજર એચઆર પટેલે મીડિયાને કહ્યુ હતુ કે, શરતચૂક થઈ હતી અને ટિકિટ વસુલવામા આવી હતી. આ અંગેના પૈસા અમે મુસાફરને રિફંડ કરી દઈશુ. અગાઉ ટીવી અને તેના જેવા ઉપકરણોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા અને તે માટેની ટિકિટ વસૂલવામાં આવતી હતી. આ માટે ઉપકરણને માટે એક સીટ ફાળવવામાં આવતી હતી અને આ માટેની ટિકિટ વસુલવામાં આવતા હતા.
જોકે હાલના સમયમાં લેપટોપ એ લોકોની જરુરીયાત છે. બસમાં વિદ્યાર્થીઓ અને નોકરી કરનારાઓ તેને અપડાઉન કરવા દરમિયાન પોતાની સાથે રાખવામાં આવતા હોય છે. જોકે આવો કિસ્સો પ્રથમ વાર સામે આવ્યો છે. જેને લઈ હવે ચર્ચામાં આવ્યો છે.
Published On - 4:54 pm, Mon, 7 August 23