Aravalli: સરકાર આકરા પાણીએ, રોડની ખોટી લંબાઈ અને ઓછી જાડાઈના માર્ગ નિર્માણ કરવાને લઈ 2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા

|

Jul 14, 2023 | 5:47 PM

મેઘરજના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ વી રાજગોર અને મદદનીશ ઈજનેર જૈનમ સંખેસરાને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો. માર્ગ નિર્માણમાં ખોટી લંબાઈ અને જાડાઈ દર્શાવી હોવાનુ સામે આવ્યુ

Aravalli: સરકાર આકરા પાણીએ, રોડની ખોટી લંબાઈ અને ઓછી જાડાઈના માર્ગ નિર્માણ કરવાને લઈ 2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા
2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા

Follow us on

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં માર્ગ નિર્માણમાં ગેરરીતી આચરવા રુપ લંબાઈ અને જાડાઈ ખોટી દર્શાવીને નિર્માણ કરાવવાને લઈ ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેઘરજના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ વી રાજગોર અને મદદનીશ ઈજનેર જૈનમ સંખેસરાને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. માર્ગ નિર્માણમાં બેદરકારી દાખવી ગરરીતી આચરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે, આ મામલે પ્રાથમિક તપાસમાં જ કાગળ પર દર્શાવેલ લંબાઈનો માર્ગ નહીં હોવાને લઈ ત્વરીત પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કર્યા બાદ હવે ફરજ મોકૂફીની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓ પર આવનારા દિવસોમાં હજુ પણ કાર્યવાહીની તલવાર લટકતી હોવાનો ભય પેદા થયો છે. માર્ગ અને મકાન વિભાગમાં નબળી ગુણવત્તાના નિર્માણ કાર્યને લઈ સરકાર હવે આકરા પાણીએ કાર્યવાહી કરવાની શરુઆત કરી છે.

ટૂંકા રસ્તાને લાંબો દર્શાવ્યો

મેઘરજ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ રાજગોર દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનુ નોંધવામાં આવ્યુ છે. સીધા સવાલો ગેરરીતીને લઈ થઈ રહ્યા હોય એમ ફરજમાં બેદરકારી દાખવવામાં આવ્યા છે. મેઘરજના રાજપુરમાં એપ્રોચ રોડની કામગીરી દરમિયાન રસ્તાની લંબાઈ સ્થળ પર 1750 મીટર હોવા છતાં પણ 2200 મીટર હોવાનુ દર્શાવ્યુ છે. સ્થળ પર કામગીરી ઓછી કરવા છતાં સુપરવિઝનમાં બેદરકારી દાખવી હોવાનુ ધ્યાને આવ્યુ છે. ઉપરાંત રોડમાં જીએસટી-વેટમીક્ષ અને ડામર કામની જાડાઈ પણ ઓછી હોવાને લઈ ગુણવત્તા પણ જળવાઈ નથી. જેને લઈ તેઓને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

જૈનમ સંખેસરાને પણ ફરજ મોકૂફ કરાયા

મદદનીશ ઈજનેર જૈનમ સંખેશરાને પણ ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગંભીર પ્રકારની બેદરકારી બંને અધિકારીઓ દાખવીને હોવાને લઈ ફરજ મોકૂફ કરીને તેઓને ગાંધીનગર મુખ્ય મથક ખાતેનો હુકમ કરવામાં આવ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યોમા બેદરકારી દાખવવાની ઘટનાને લઈ ફફડાટ વ્યાપ્યો છે.

આ પણ વાંચો : Sabarkantha: ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવા જતા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, પોલીસે વધુ એક એજન્ટ ઝડપ્યો, થયો મોટો ખુલાસો

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:29 pm, Fri, 14 July 23

Next Article