ગાંધીનગર મનપાના નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામની ગુરૂવારે જાહેરાત થશે,આ નામો છે ચર્ચામાં

|

Oct 20, 2021 | 6:20 PM

ગાંધીનગરમાં બુધવારે રાત્રે 8 સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ગાંધીનગર મનપાના શાસક પક્ષના હોદ્દેદારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવશે.

ગાંધીનગર મનપાના નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામની ગુરૂવારે જાહેરાત થશે,આ નામો છે ચર્ચામાં
Announcing names of new mayor and other office bearers of Gandhinagar Corporation Thursday (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ગાંધીનગર મહાનગરપાલિકામાં(GMC) ભાજપનો(BJP) ભગવો લહેરાયા બાદ ગુરુવારે ગાંધીનગરને નવા મેયર(Mayor)  અને અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે. જેની બાદ બુધવારે રાત્રે 8 સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)  નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ ની બેઠક મળશે. જેમાં ગાંધીનગર મનપાના શાસક પક્ષના હોદેદારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવશે.

આ દરમ્યાન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની
પસંદગી કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર અને હોદ્દેદારોના નામની આવતીકાલે  મનપાના પ્રથમ બોર્ડમાં જાહેર કરવામાં આવશે.  જેના પગલે  આ નામો  હાલ ચર્ચામાં છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના ટોટલ 11 વોર્ડની 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જેમાં

જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો 
Sc 5 + 1 જનરલ ઉમેદવાર SC બેઠક પરથી લડયા હતા
પાટીદાર 12
ક્ષત્રિય 7
બ્રાહ્મણ 5
ઠાકોર 7
Obc 3
St 1

મેયર પદ સરકારી રોસ્ટર મુજબ અઢી વર્ષ માટે SC સભ્ય માટે આરક્ષિત

જ્યારે હાલ મેયર પદ સરકારી રોસ્ટર મુજબ અઢી વર્ષ માટે SC સભ્ય માટે આરક્ષિત છે. જેના પગલે મેયરની રેસમાં ભાજપમાંથી વિજયી બનેલા હિતેશ મકવાણા અને ભરત દીક્ષિતના નામ રેસમાં છે.

ડેપ્યુટી મેયરનું પદ મહિલા સભ્યને મળી શકે

તેમજ જો મેયર પદ પુરુષ સભ્યના ફાળે જાય તો ડેપ્યુટી મેયરનું પદ મહિલા સભ્યને મળી શકે છે. જેમાં પણ આ પદ સવર્ણ એટલે કે
બ્રાહ્મણ અથવા ક્ષત્રિય મહિલાને મળી શકે છે. જેમાં 4 નામ રેસમાં છે.

1. હેમા ભટ્ટ
2. શેલજા ત્રિવેદી
3. અંજના મહેતા
4 . છાયા ત્રિવેદીનું નામ ચર્ચામાં છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદાર ચહેરો 

આ ઉપરાંત મહાનગરપાલિકામાં મહત્વ નું સ્થાન એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું છે. જેમાં હાલ પાટીદાર કોર્પોરેટરને તે પદ મળી શકે છે. જેમાં પણ ત્રણ નામની ચર્ચા ચાલી રહી છે.
1 મહેન્દ્ર દાસ
2 જશુભાઈ પટેલ
3 રાજુ પટેલ

જ્યારે પક્ષના નેતા તરીકે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં એવી શકયતા છે. જેમાં હાલ
1. પદમ સિંહ ચૌહાણ,
2 અનિલસિંહ વાઘેલા,
3. જશપાલસિંહ બીહોલા ના નામ  હાલ ચર્ચામાં છે.

આ ઉપરાંત દંડક તરીકે ઠાકોર સમાજને પણ સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં હાલ નટુજી ઠાકોર અને
માણેક જી ઠાકોરના નામ ચર્ચામાં છે.

આ પણ વાંચો :  ગુજરાતના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, હવે લાંચિયા કર્મચારીઓની ખેર નથી

આ પણ વાંચો : અતિવૃષ્ટિ મામલે સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, 2.80 લાખ ખેડૂતોને મળશે લાભ

Published On - 6:18 pm, Wed, 20 October 21

Next Article