Vibrant Gujarat Summit : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો સમિટના બીજા દિવસે નિષ્ણાતોએ કૃષિ ટેકનોલોજી અંગે વિચારો રજુ કર્યા

|

Dec 15, 2021 | 5:48 PM

ભારતની હાલની સ્થિતિ એવી છે કે પારાવારિક કારણોથી ખેડૂતો પાસે નાના ટુકડાની જમીન હોય એનું પ્રમાણ વધતું જાય છે. હવે ઓછી જમીનમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે હવે મિકેનિકલ ટેકનોલોજીના વિનિયોગ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.

Vibrant Gujarat Summit : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો સમિટના બીજા દિવસે નિષ્ણાતોએ કૃષિ ટેકનોલોજી અંગે વિચારો રજુ કર્યા
Vibrant Gujarat Summit: આણંદ કૃષિ યુનિવર્સિટી

Follow us on

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં Vibrant Gujarat Summit-2022ના ભાગરૂપે યોજાયેલ એગ્રી પ્રિ-ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટના બીજા દિવસે સ્માર્ટ એગ્રીકલ્ચર-રોલ ઓફ ટેકનોલોજી ઈન ટ્રાન્સફોર્મરીંગ એગ્રીકલ્ચર વિષયક જ્ઞાન સત્રમાં વિવિધ નિષ્ણાતોએ કૃષિમાં ડિજિટલ, મિકેનિકલ, બાયો અને નેનો ટેકનોલોજી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ સેમિનારમાં નીતિ આયોગના સીનીયર એડવાઇઝર ડો. નિલમ પટેલે જણાવ્યું કે, ખેડૂતોના જીવનને વધુ બહેતર બનાવવા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ટેકનોલોજી સાથે જોડી તેમનામાં રહેલી ક્ષમતાને બહાર લાવી ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારત-૨ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ અને બ્રોડ બેન્ડનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જેથી ટેકનોલોજીનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરી શકે. નીતિ આયોગે કૃષિ નીવ હેઠળ ઈ – ચોપલ,બિગ બાસ્કેટ, મિલ્ક મંત્ર,નીજા કાર્ટ જેવા પ્રોજેક્ટ શરૂ કરી ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તનો લાવવામાં સફળતા મળી છે.

નીતિ આયોગ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી નાણાકીય સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.નીતિ આયોગની યોજનાઓનો લાભ લઈ ગામડાઓમાં નેટવર્ક ઉભુ કરી ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે ભૂમિકા અદા કરવા તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ સૌમિતા બિસ્વાસ જણાવ્યું કે ગુજરાત અને ખાસ કરીને આણંદની ભૂમિ એગ્રો ટેકનોલોજીના નૂતન સંશોધનોની ભૂમિ છે. સહકારિતાના માધ્યમથી શ્વેત ક્રાંતિનું જનક આણંદ રહ્યું છે. હવે બદલાતા જતાં સમય અને બજારની માંગ મુજબ કેટલાક બદલાવની ખાસ આવશ્યકતા છે. પાછલા દશકોમાં આપણે જોયું છે કે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ૬૦ થી ૭૦ ટકા જેટલો રહ્યો છે. આ આંકડાકીય પ્રમાણ ઓછું છે પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટયો છે, પણ ભારતમાં અન્ય ક્ષેત્રનો ફાળો વધવાના કારણે કૃષિના યોગદાનનો ફાળો ઓછો દેખાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતની હાલની સ્થિતિ એવી છે કે પારાવારિક કારણોથી ખેડૂતો પાસે નાના ટુકડાની જમીન હોય એનું પ્રમાણ વધતું જાય છે. હવે ઓછી જમીનમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે હવે મિકેનિકલ ટેકનોલોજીના વિનિયોગ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. નાના અને સીમાંત ખેડૂતોને સહાયક હોય એવી મિકેનિકલ ટેકનોલોજીના વાસ્તવિક અમલથી પ્રતિ એકર ઉત્પાદનનું પ્રમાણ વધારી શકાશે. મિકેનિકલ ટેકનોલોજીના વિનીયોગથી જંતુનાશક તથા ખાતર, હર્બીસાઈડનો વિવેકપૂર્ણ અને અસરકારક ઉપયોગ કરી શકાશે. હવે તો સુપર એડવાન્સ ટેકનોલોજીનો સમય આવી ગયો છે.

ભારતમાં હવે રિમોટ સેન્સિંગ તથા રોબોટ, ડ્રોન જેવા સાધનોનો ખેતીમાં ઉપયોગથી ખેડૂત ખાતર અને જંતુનાશક દવાઓના જરૂર હોય એટલો વપરાશ કરી શકાય છે. દેશના સંશોધકોએ એ દિશામાં કામ કરવાની આવશ્યકતા છે.તેમણે કહ્યું કે ભારતના યુવાનોને કૃષિ તરફ વાળવાની સમયની માંગ છે. હાલમાં યુવાનોને વ્હાઇટ કોલર જોબનું ભારે આકર્ષણ છે. પણ જો ટેકનોલોજીનો ખેતીમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવા લાગે તો યુવાનો પણ ખેતી તરફ આકર્ષિત થશે અને ખેતી વધારે નફાકારક બનશે.

ઇફકોના એન. એચ. પટેલે કહ્યું કે હાલમાં દેશમાં પ્રતિ વર્ષ ૩૫૦ લાખ ટન યૂરિયાનો ઉપયોગ થાય છે. આમ છતાં ભારતે ૮૦ થી ૯૦ લાખ ટન યૂરિયાની આયાત કરવી પડે છે. હવે આપણે જાણીએ છીએ કે ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનને નુકસાનકારક અને સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે. તેના વિકલ્પ ખાતરનો વિવેકપૂર્ણ અને અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. એથી હવે ઇફકો દ્વારા નેનો યુરિયાનું ઉત્પાદન શરૂ કરવા માં આવ્યું છે.

હાલમાં જમીનમાં જેટલું યુરિયા નાખવામાં આવે છે, તે પૈકી ૩૦ થી ૪૦ ટકા યુરિયા જમીનને મળે છે. એનો મતલબ કે બાકીનું યુરિયા વેડફાય જાય છે. સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર ઉપર માતબર સબસિડી આપવામાં આવે છે. હવે જો આટલા મહત્વના ખાતરનો અસરકારક ઉપયોગ ના થાય તો તે આર્થિક અને પર્યાવરણીય રીતે પણ નુકસાનકારક છે. તેની સામે નેનો યુરિયા જમીનને બહુ જ અસરકારક સાબિત થાય એમ છે.

નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપે હોય છે અને તે ૫૦૦ એમએલની એક બોટલથી એક એકરમાં છંટકાવ કરી શકાય છે. તે યુરિયા એક બેગ સમાન છે. જો ડ્રોન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવે તો તે જીઓ મેપિંગથી વધુ સારી રીતે છંટકાવ કરી શકાય છે. માત્ર પાંચ મિનિટમાં એક એકરમાં યુરિયા છાંટી શકાય છે. અમે એના માટે યુવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. તેની સાથે ૯૦ ટકા લોનથી ડ્રોન ખરીદવાની સહુલિયત કરી આપવામાં આવે છે.

ઈસરો અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર બિમલકુમાર ભટ્ટાચાર્યે કહ્યુ કે, ખેડૂતો અને એગ્રો ઈન્ડસ્ટ્રીઝને ફેરફારની આવશ્યકતા રહે છે. સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને ફાયદો થાય, પાક વિમાનો લાભ મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. દિન પ્રતિદિન વપરાશકારોની સંખ્યામાં ઉમેરો થઇ રહ્યો છે. ઈસરો દ્વારા પડકારો સામે વધુ સારું કાર્ય કરવા સંશોધનો કરવામાં આવી રહ્યો છે.ખાનગી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંપર્ક કરી આ ક્ષેત્રમાં વધુ સારું કાર્ય થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ક્રોપીન ટેકનોલોજીના શ્રી કૃણાલ પ્રસાદે જણાવ્યું કે દેશમાં ૪૦ ટકા જેટલા ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.દેશના મહત્તમ ખેડૂતો વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તો ખેત પેદાશોના ઉત્પાદનમાં થતું અંદાજે ૩૦ ટકા જેટલું નુકશાન ઘટાડી શકાય છે. તેમણે ઉમેર્યું વાતાવરણમાં ફેરફારને કારણે ખેડૂતના ખેતરમાં શું સમસ્યા આવશે તેની જાણકારી ટેકનોલોજીના માધ્યમથી આગોતરી મળી રહેશે.એક અભ્યાસમાં જણાયું છે કે ખેતીમાં ડ્રોન,સેટેલાઇટ,મોબાઈલ અને વેબ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેતીમાં ૧૮ ટકા જેટલું નુકસાન ઘટાડી શકાય છે.

ટાફેના ગ્રુપ પ્રેસિડન્ટ થેકેપટ રમણ કેસવાને જણાવ્યુ કે, જ્યાં ફર્ટિલાઇઝરની જરૂર ન હોય ત્યાં તેનો ઉપયોગ ટાળવો. પાણીના યોગ્ય ઉપયોગથી ખેતીમાં સુધારો કરી શકાય તેમ છે.

Next Article