ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં એલિસબ્રીજ વિસ્તારમાં ટાઉનહોલ પાછળ આવેલા જલભવનના જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ઇ ટેન્ડરિંગ પદ્ધતિથી આણંદ જિલ્લાઓના સંભવિત બોર શારકામની કામગીરી માટે પાણી પુરવઠા બોર્ડમાં ડી.આર/મીની ડી.આર. ડ્રીલીંગ કોન્ટ્રાક્ટર તરીકે નોંધાયેલા ઇજારદારો અથવા આર એન્ડ બી /ઇરીગેશન ખાતામાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ટેન્ડરમાં દર્શાવેલ ન્યૂનતમ ક્લાસ કે તેથી ઉપરના ક્લાસમાં નોંધાયેલા ઠેકેદારો પાસેથી ભાવો મગાવવામાં આવ્યા છે.
ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ના સાંજે 6 કલાક સુધીનો છે. ટેન્ડર ફી 1500 રુપિયા રાખવામાં આવી છે. આણંદ જિલ્લાના ડી.આર. બોરના શારકામ માટે અંદાજે 39.56 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. તો એમ.ડી. બોરના શારકામ માટે અંદાજે 39.55 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
વિગતવાર ટેન્ડર નોટિસ અને ટેન્ડર ડોક્યુમેન્ટસ તથા ભવિષ્યના સુધારા-વધારા વેબસાઇટ www.gwssb.nprocure.com પર ઉપલબ્ધ છે. બોર્ડ કચેરીને બધા જ ટેન્ડર કોઇપણ કારણ આપ્યા વિના રદ કરવાનો અબાધિત અધિકાર રહેશે.