આણંદ જિલ્લામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વિગતવાર નિવિદામાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના સ્થળે/ફાર્મ પર કુલ 11 વાહનોનું વેચાણ કરવાનું રહેશે. ટેન્ડરની અંદાજીત કિંમત વેબસાઇટ www.aau.inમાં જણાવ્યા મુજબની રહેશે.
આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023ના સાંજે 5 કલાક સુધીની રહેશે. આ ટેન્ડરનું ભાવ પત્રક પહોંચાડવાનું સરનામું કાર્યપાલક ઇજનેર,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ છે. આ ટેન્ડરની તમામ વિગત www.aau.in પરથી મળશે. કામો અંગે વધુ વિગતો કામકાજના દિવસો દરમિયાન કચેરીમાંથી મળી શકશે.