Anand: કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓને પુરસ્કાર આપી સન્માન અપાશે

|

May 29, 2022 | 10:58 PM

આણંદની આસીસ્ટંન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે આણંદના કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવશે.

Anand: કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓને પુરસ્કાર આપી સન્માન અપાશે
Symbolic image

Follow us on

આણંદ (Anand)  કારખાના ધારા 1948 હેઠળ નોંધાયેલા અને રાજ્યની હદમાં આવેલા કારખાના (factory) ઓમાં કામ કરતાં શ્રમયોગીઓ (workers) માંથી જે શ્રમયોગીઓ ઉત્પાદન, ઉત્પાદકતા વધારવા, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં, આફતના સમયમાં પોતાની આત્મસુઝ અને ત્વરીત પગલાથી કારખાનામાં અને આજુબાજુના અસરગ્રસ્ત ક્ષેત્રમાં જાન-માલમાં બચાવ અંગે શ્રમયોગી કલ્યાણ માટે કરેલ વિશિષ્ટ કામગીરીને પ્રસંશા આપવાના હેતુસર દરેક ઝોન કક્ષાએ રાજયશ્રમ રત્ન, રાજયશ્રમ ભૂષણ, રાજયશ્રમ વીર, રાજયશ્રમ શ્રી/શ્રમદેવી એવા દરેક શ્રેણીમાં ચાર એમ કુલ-16 રાજ્ય શ્રમ પારિતોષિક આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આણંદની આસીસ્ટંન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે આણંદના કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવશે.

આણંદ જિલ્લાના જે શ્રમયોગીઓ આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેમણે નિયત અરજી ફોર્મ આસીસ્ટંન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની કચેરી, રૂમ નં. 218-219, બીજો માળ, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી વિના મૂલ્યે મેળવી લેવું. આ ઉપરાંત ખાતાની વેબસાઇટ www.labourandemployment.gov.in પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. આ ફોર્મ અરજદાર શ્રમયોગીએ મેનેજમેન્ટ દ્વારા ભરેલ સંપુર્ણ વિગતો સાથેની અરજી 30 જૂન સુધીમાં આણંદ કચેરી ખાતે પહોંચતી કરવા વધુમાં જણાવાયું છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પણ વિવિધ રીતે શ્રમયોગીઓ માટેના વલ્ફેર કાર્યક્રમો કરે છે

આ ઉપરાંત ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પણ વિવિધ રીતે શ્રમયોગીઓ માટેના વલ્ફેર કાર્યક્રમો કરે છે. જેમાં શ્રમયોગી રોજગાર યોજના પણ ચલાવે છે જેમાં મિશન મંગલમ યોજનાના તર્જ ઉપર શ્રમયોગી કેન્દ્રો પર આવતી મહિલાઓના સ્વસહાય જુથોની રચના કરી અગરબત્તી બનાવટ, ગૃહ ઉદ્યોગ, પગલૂછણીયા બનાવટ, ગ્લાસ પેઈન્ટીંગ, ચોકલેટ બનાવટ, અથાણા, પાપડ વગેરેની તાલીમ આપી મહિલાઓને સ્વરોજગારી અપાવવી વગેરેનો સમાવેશ થાય છે. શ્રમયોગી તાલીમ યોજના પણ ચલાવાય છે. જેમાં શ્રમયોગી તેમજ તેમના આશ્રિતોને શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓના ભાગ સ્વરૂપે તાલીમ યોજના. કેન્દ્ર/રાજ્ય સરકાર, બેંક, વીમા નિગમો જેવી જાહેર સંસ્થાઓમાં ભરતી પૂર્વે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે શ્રમયોગી અને તેમના આશ્રિતોને ટોકન ફી થી પરીક્ષાલક્ષી તાલીમ. તાલીમાર્થીઓને પ્રમાણિકતા અને કાર્યનિષ્ઠાની વિશેષ તાલીમ. બી.પી.એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને વિના મૂલ્યે તાલીમ વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં અમદાવાદ, ભાવનગર અને રાજકોટ ખાતે તાલીમ વર્ગો કાર્યરત છે.

Next Article