Gujarat weather: અમદાવાદ, ગાંધીનગર, દાહોદમાં કમોસમી વરસાદની શકયતા, માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવા સૂચના

માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે.

Gujarat weather: અમદાવાદ, ગાંધીનગર, દાહોદમાં કમોસમી વરસાદની શકયતા, માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવા સૂચના
Weather update Gujarat
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:24 PM

રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં માવઠું થઈ શકે છે. કાસ કરીને સાબરકાંઠા, અરવલ્લીસ દાહોદ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે મહિસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડી તેમજ ઠંડા પવનોનું પ્રમાણ વધ્યું છે અને સમગ્ર રાજયમાં જાણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે.

ત્યારે કમોસમી માવઠાને કારણે વાતાવરણ ભેજવાળું તેમજ વાદળછાયું પણ જોવા મળશે. માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. અને ત્યાર પછી 29 જાન્યુઆરીથી તાપમાન ગગડવાની શરૂઆત થશે. તારીખ 30 જાન્યુઆરીથી કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીને આંબે તેવી શકયતા છે.

કેટલાક જિલ્લામાં ઠંડીનો પારો  8થી 9 ડિગ્રી જેટલો નીચો જશે

આગામી 24 કલાકમાં  વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન  8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે.   29 જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર,  ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે

નોંધનીય છે કે આજે નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ 13.5. ડિગ્રી, ગાંધીનગર 11.7.ડિગ્રી રાજકોટ 9.4. ડિગ્રી ભુજ 9.7. ડિગ્રી, કેશોદ 8.4.ડિગ્રી, ડીસા 12 ડિગ્રી અને વડોદરા 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત

માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત છે કે  જો માવઠું થશે તો તેમના શિયાળુ પાક ઉપર માઠી  અસર પડી  શકે છે. ખાસ કરીને  ચણા, જીરુ, રાયડો વગેરે પાક ઉપર માવઠાને કારણે ખરાબ અસર પડી શકે છે. તેમજ માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાક ઉપર પણ અસર પડી શકે છે.