Anand Breaking News : વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં મોટો પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાળકીના અપહરણનો આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પો

Anand Breaking News : વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
Anand encounter
| Updated on: Jul 20, 2026 | 11:23 AM

આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં મોટો પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાળકીના અપહરણનો આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પર બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી હત્યા કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીનું એંકાઉન્ટર

મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે વાસદ લઈ જઈ રહી હતી. આ દરમિયાન આરોપીની તબિયત બગડતાં અને નશાની હાલતમાં ઉલ્ટી થતાં પોલીસને રસ્તામાં વાહન રોકવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, 18 જુલાઈની રાત્રે આશરે 9:15 વાગ્યે વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 જુલાઈની સવારે પ્લેટફોર્મના રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેમજ પુરાવા નષ્ટ કરવા તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્ટેશન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમારને બોચાસણ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મધરાતે LCBની ટીમ આરોપીને લઈને આણંદ આવી રહી હતી ત્યારે રસ્તામાં આરોપીએ ઊલટી થવાનું બહાનું કરીને પોલીસનું વાહન ઉભું રાખાવ્યું હતું. વાહન ઉભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક હુમલો કર્યો હતો. LCB PSIએ આરોપીને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેણે હુમલો કરતો રહ્યો હતો જે બાદ પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું, જેમાં આરોપી સુરેશ પરમારને ગોળી વાગતા તેનું મોત થયું છે.

બે પોલીસ કર્મચારીઓ પણ ઈજા ગ્રસ્ત

આ સમગ્ર ઘટન એ આણંક સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધુ છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના અપહરણ અને હત્યા કેસમાં આરોપીના એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Breaking News: અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો, પ્રતિ કિલો ₹85.20 થયો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 11:22 am, Mon, 20 July 26

Follow Us