Anand :ઉમરેઠમાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો, પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી

આણંદના ઉમરેઠમાં ગ્રીષ્માકાંડ થતા સહેજમાં રહી ગયો. ઉમરેઠના કાછીયાપોળમાં એક દિવસ અગાઉ જ ભાડે રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચે જોરદાર ઝઘડો થયો. જેમાં યુવકે યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો.ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી યુવકે યુવતીને બાથરૂમમાં પુરી ફરાર થઇ ગયો છે.

Anand :ઉમરેઠમાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો, પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી
Umerath Girl Attack
| Edited By: | Updated on: Jan 22, 2023 | 9:21 PM

આણંદના ઉમરેઠમાં ગ્રીષ્માકાંડ થતા સહેજમાં રહી ગયો. ઉમરેઠના કાછીયાપોળમાં એક દિવસ અગાઉ જ ભાડે રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચે જોરદાર ઝઘડો થયો. જેમાં યુવકે યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો..ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી યુવકે યુવતીને બાથરૂમમાં પુરી ફરાર થઇ ગયો છે. ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીએ બુમાબુમ કરતા રહીશોએ મકાન માલિકને જાણ કરી. મકાન ખોલતા જ યુવતી લોહીલુહાણ હાલતમાં બાથરૂમમાંથી મળી.

યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

જેમાં મકાન માલિક અને સ્થાનિકોએ મળી યુવતીને હોસ્પિટલ ખસેડી છે. ઈજા એટલી જોરદાર હતી કે યુવતીને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે યુવતીના નિવેદન આધારે યુવકની શોધખોળ આદરી છે.આ યુવક-યુવતી કોણ છે, ક્યાંના છે અને બંને વચ્ચે શું થયું હતું તે તમામ સવાલોના જવાબ મેળવા તપાસ શરૂ કરી છે.

ઉમરેઠમાં સુરત જેવી  મોડસ ઓપરેન્ડીથી યુવતીની હત્યાનો પ્રયાસ થયો

આ તો થઇ સમગ્ર ઘટનાની વાત હવે જુઓ આ બંને દ્રશ્યો, એક તરફ સુરતનો ગ્રીષ્માકાંડ, તો બીજી તરફ ઉમરેઠમાં કંઇક આવી જ મોડસ ઓપરેન્ડીથી યુવતીની હત્યાનો પ્રયાસ થયો છે. બંને ઘટનાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ આ બંને ઘટનાઓમાં માનસિકતા એક જ પ્રકારની છેબસ ફરક એટલો જ છે કે સુરતની ગ્રીષ્માને મોત મળ્યું.

જ્યારે ઉમરેઠની યુવતીની હાલત સ્થિર છે.ત્યારે અહીં સવાલ એ સર્જાય કે સમાજમાં યુવતીઓને સન્માન ક્યારે મળશે.ક્યાં સુધી યુવતીઓ બાપડી-બિચારી બનીને જીવ્યા કરશે.ક્યારે યુવતીઓ પર જીવલેણ હુમલાઓ અટકશે..?

આ પણ વાંચો : Ahmedabad : વિધવા સહાય અપાવવાના બહાને દાગીના પડાવી લેનાર મહિલા આરોપીની ધરપકડ, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

Published On - 9:20 pm, Sun, 22 January 23