Anand: ડેટા એન્ટ્રી વિના જ 5000 બોગસ લાયસન્સ કાઢવાના કૌભાંડમાં RTOના ત્રણ અધિકારી સસ્પેન્ડ

|

May 17, 2022 | 6:32 PM

લગભગ એક વર્ષ પહેલા આણંદ RTOમાં (Anand RTO) વાહનચાલકોને બોગસ લાયસન્સ ઇશ્યૂ કરાવી અપાતા હોવાનું સામે આવ્યુ હતુ. એટલુ જ નહીં લગભગ 5 હજારથી વધુ બોગસ લાયસન્સ કાઢી આપ્યા હોવાનું કૌભાંડ ખુલ્યુ હતુ.

Anand: ડેટા એન્ટ્રી વિના જ 5000 બોગસ લાયસન્સ કાઢવાના કૌભાંડમાં  RTOના ત્રણ અધિકારી સસ્પેન્ડ

Follow us on

આણંદ (Anand) RTO કચેરીમાં ડુપ્લીકેટ લાયસન્સ (Bogus license scam) બનાવવાની ઘટનામાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં ડુપ્લીકેટ લાયસન્સ બનાવી આપવાનુ કૌભાંડ ચાલતુ હતુ. જે કેસમાં બે ઇન્સ્પેક્ટર અને એક મહિલા હેડ ક્લાર્કને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કર્યા વગર જ લાઇસન્સ ઈશ્યૂ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લગભગ એક વર્ષ પહેલા આણંદ RTOમાં વાહનચાલકોને બોગસ લાયસન્સ ઇશ્યૂ કરાવી અપાતા હોવાનું સામે આવ્યુ હતુ. એટલુ જ નહીં લગભગ 5 હજારથી વધુ બોગસ લાયસન્સ કાઢી આપ્યા હોવાનું કૌભાંડ ખુલ્યુ હતુ. તે સમય દરમિયાન આ કૌભાંડમાં RTO કચેરીમાં કામ કરતા કેટલાક એજન્ટના નામ પણ ખુલ્યુ હતા. આ મોટુ કૌભાંડ સામે આવ્યા બાદ ગાંધીનગરની પ્રાદેશિક કમિશનરની કચેરીને તપાસ સોંપવામાં આવી હતી.

RTOના ત્રણ કર્મચારી સસ્પેન્ડ

ગાંધીનગરની ટીમ દ્વારા થયેલી તપાસમાં આણંદ RTOનું સમગ્ર ઈન્ટરનેશનલ લાઇસન્સ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તપાસમાં લાઇસન્સ લેવા આવતી વ્યક્તિઓની ઇન્ટનેશનલ કોમ્પ્યુટરમાં કોઇ એન્ટ્રી પાડ્યા વિના જ માત્ર સ્થાનિક ચોપડે નોંધ લઇને ઇન્ટનેશનલ લાઇસન્સ ઈશ્યૂ કરી દેવામાં આવતું હતું. તપાસ કરતાં આણંદ આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર પી. કે. પટેલ, યુ. ડી. ત્રિવેદી, હેડ કલાર્ક ઇલા દેસાઈની સંડોવણી ખુલતાં ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એજન્ટ જ લાયસન્સ ધારકની ફાઇલ તૈયાર કરતો

આણંદ આરટીઓ કચેરીમાં ઝડપાયેલા બોગસ લાઇસન્સ કૌભાંડમાં એજન્ટો દ્વારા રૂપિયા 20 હજાર લાઇસન્સ પેટે લેવામાં આવતા હતા. નવાઇની વાત એ છે કે, તેમાં એજન્ટ દ્વારા જ લાઇસન્સ ધારકની સમગ્ર ફાઈલ તૈયાર કરી દેવામાં આ‌વતી હતી. એટલે કે, જેને ભારતનું કે પછી વિદેશનું લાઇસન્સ જોઈતું હોય તેણે કોઈ પણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોતો નથી. એ પછી તેનું લાઇસન્સ ઈશ્યૂ થઈ જતું હતું. અને તેને લીધે જ આસપાસના અન્ય જિલ્લામાંથી પણ કેટલાંય વાહનચાલકો આણંદમાં લાઇસન્સ લેવા આવતા હતા.

Published On - 3:19 pm, Tue, 17 May 22

Next Article