ANAND : ગેંગસ્ટર રવિ પૂજારીની કબૂલાત, બોરસદ પાલિકા પ્રમુખ પર ફાયરિંગ કરાવ્યું

|

Jul 25, 2021 | 9:32 PM

છોટા રાજન ગેંગના શાર્પ શૂટર અને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ બોરસદ પાલિકા પ્રમુખ પર ફાયરિંગ કરાવ્યાની વાત સ્વીકારી છે.

ANAND : છોટા રાજન ગેંગના શાર્પ શૂટર અને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ બોરસદ પાલિકા પ્રમુખ પર ફાયરિંગ કરાવ્યાની વાત સ્વીકારી છે. હવે તેનો વોઈસ સ્પેકટ્રોગ્રાફી કરવામાં આવશે. આ માટે રવિએ પોલીસને પોતે વોઈસ સેમ્પલ માટે તૈયારી બતાવી છે. ગુનો બન્યાના બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલના ભાઈને ફોન કરીને આ ફાયરિંગ પોતે કરાવ્યું હોવાનું કહી એવી ધમકી આપી હતી કે હવેથી મારા માણસો સાથે માથાકૂટ કરશો તો મારા માણસો મારફતે ફાયરિંગ કરાવી જાનથી મારી નખાવીશ. આ મતલબની હિન્દી ભાષામાં ધમકી પોતે આપી હોવાની કબૂલાત રવિ પૂજારીએ પોલીસ સમક્ષ કરી છે અને આ ધમકીનુ ફોન રેકોર્ડીગ હોઈ તેમા પોતાનો અવાજ હોવાનું તેમજ પોતે વોઈસ સેમ્પલ આપવા માટે તૈયાર હોવાનુ તેણે પોલીસને જણાવ્યુ હતુ.

 

Next Video