Anand: જિલ્લા કલેક્ટરે કોવિડ-19ની સમીક્ષા કરી કોમોર્બિડ લોકોને ભીડથી દૂર રહેવા કર્યું સૂચન

|

Apr 05, 2023 | 9:36 PM

કલેક્ટરએ જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ ઓક્સીજનના બોટલની વ્યવસ્થાઓ રાખવા તેમજ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ની પૂર્વ તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યુ હતું.

Anand: જિલ્લા કલેક્ટરે કોવિડ-19ની સમીક્ષા કરી કોમોર્બિડ લોકોને ભીડથી દૂર રહેવા કર્યું સૂચન

Follow us on

આણંદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કોવિડ-19 સામે સાવચેતી અંગે બેઠક યોજાઇ હતી. આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારાને ધ્યાને લઈ આણંદ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં કોવિડની કરી સમીક્ષા

જિલ્લા ક્લેક્ટર ડી.એસ.ગઢવી એ જિલ્લામાં કોવિડ-19ની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી જિલ્લા આરોગ્ય તંત્રને કોવિડ-૧૯ને અટકાવવા તેમજ તે અંગે સાવચેતીના પગલા લેવા જરૂરી સૂચનો આપ્યા હતા.

સાવચેતી રાખવા માટે આપ્યા સૂચનો

કલેક્ટરએ જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ ઓક્સીજનના બોટલની વ્યવસ્થાઓ રાખવા તેમજ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ની પૂર્વ તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યુ હતું.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આજે ગુજરાતમાં કોરોનાના  351 કેસ નોંધાયા છે

ગુજરાતમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. જેમાં 05 એપ્રિલના રોજ કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2176એ પહોંચી છે.

અમદાવાદમાં 88, મોરબીમાં 35, સુરતમાં 30, વડોદરામાં 27, ગાંધીનગર જિલ્લામાં 23, મહેસાણામાં 22, સાબરકાંઠામાં 19, વડોદરામાં 15, રાજકોટ જિલ્લામાં 12, બનાસકાંઠામાં 10, કચ્છમાં 09, ભરૂચમાં 08, સુરત જિલ્લામાં 08, રાજકોટમાં 06, ગાંધીનગરમાં 05, અમદાવાદમાં જિલ્લામાં 04, પંચમહાલમાં 04, સુરેન્દ્રનગરમાં 04, વલસાડમાં 04, નવસારીમાં 03, અમરેલીમાં 02, આણંદમાં 02, અરવલ્લીમાં 02, ભાવનગરમાં 02, ખેડામાં 02, પોરબંદરમાં 02, ગીર સોમનાથમાં 01 અને  જામનગરમાં 01 કેસ નોંધાયો છે.

 

ગાંધીનગર જિલ્લાના 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી

ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગાંધીનગર જિલ્લાના 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સામુહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓની અનિયમિતાની ફરિયાદના પગલે આરોગ્ય કર્મચારીઓને નોટીસ આપવામાં આવી છે. જેમાં અધિક્ષક, સ્પેસ્યાલિસ્ટ, મેડિકલ ઓફીસર સહિત અન્ય કર્મીઓને નોટીસ આપી અનિયમીતતા અંગે ખુલાસો માગ્યો છે.

 

Next Article