આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, સરપંચની 178 બેઠક માટે 716 ઉમેદવાર મેદાનમાં

|

Dec 17, 2021 | 5:14 PM

આણંદમાં 180 ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે મતદાન થશે. જેમાં સરપંચની કુલ બેઠક 178 માટે 716 ઉમેદવાર મેદાનમાં છે. જયારે વોર્ડની કુલ સંખ્યા 1053 છે જેમાં 2580 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, સરપંચની 178  બેઠક માટે 716 ઉમેદવાર મેદાનમાં
Anand Collector Manoj Dakshni Review Gram Panchyat Election 2021 Preparation

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ગ્રામ પંચાયતની(Gram Panchyat) ચૂંટણીને( Election) ગણતરીના કલાકો બાકી રહ્યા છે, જેમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પડધમ પણ શાંત થયા છે. ત્યારે આણંદ(Anand)  જિલ્લા વહીવટીતંત્ર  દ્વારા મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  જેમાં આણંદ જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ  ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી,ફોર્મ પરત તથા સમરસ ગ્રામ પંચાયત બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ ગ્રામ પંચાયતો સમરસ બન્યા બાદ હવે બાકીની 180 ગ્રામ પંચાયતની ચૂંટણીની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આણંદ જિલ્લામાં જોવા જઇએ તો કુલ 8 તાલુકામાં ચૂંટણીઓ યોજાશે. જેમાં આણંદમાં 26 ગ્રામ પંચાયત, ઉમરેઠમાં 27ગ્રામ પંચાયત , બોરસદમાં 42ગ્રામ પંચાયત, આંકલાવમાં 13 ગ્રામ પંચાયત, પેટલાદમાં 23 ગ્રામ પંચાયત, સોજીત્રામાં 5ગ્રામ પંચાયત, ખંભાતમાં 36ગ્રામ પંચાયત અને તારાપુરમાં કુલ 20 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે

આમ કુલ 180 ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે મતદાન થશે. જેમાં સરપંચની કુલ બેઠક 178 માટે 716 ઉમેદવાર મેદાનમાં છે. જયારે વોર્ડની કુલ સંખ્યા 1053 છે જેમાં 2580 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ 180 ગ્રામ પંચાયતોમાં કુલ 849 મતદાન મથકો છે. જેમાંથી 280 સંવેદનશીલ મતદાન મથકો અને 207 અતિ સંવેદનશીલ મતદાન મથકોક છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ તમામ ગ્રામ પંચાયતમાં બેલેટ પેપરથી મતદાન થવાનું છે તેમજ મતપેટીની કુલ સંખ્યા 1061 છે. જયારે આ કામગીરીમાં 69 ચૂંટણી અધિકારી , 69 મદદનીશ ચૂંટણી અધિકારી અને 6061 પોલિંગ સ્ટાફ જોડાયો છે. જ્યારે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 1925 નો પોલીસ સ્ટાફ સેવા આપશે. જેમાં 387906 પુરુષ મતદારો અને 360952 સ્ત્રી મતદારો અને 07 અન્ય મતદારો સહિત કુલ 748866 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો :  મુખ્યમંત્રીએ આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન

આ પણ વાંચો :  અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં, આ મહિનામાં અમદાવાદીઓ માણી શકશે મેટ્રો રેલની સફર

 

Published On - 5:10 pm, Fri, 17 December 21

Next Article