Anand: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ બાળકોનું ચેકઅપ કરાશે, મોબાઇલ હેલ્થ ટીમના 15 વાહનોનું પ્રસ્થાન કરાવાયું

|

Feb 26, 2022 | 12:21 PM

108 એમ્બ્યુલસન્સ અને ખિલખિલાટ પ્રોગ્રામની જે બ્રાન્ડ ઇમેજ છે તે જ રીતે બાળકોના સ્વાસ્થ્ય માટે આ આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમના વાહનોમાં એકરૂપતા રાખવામાં આવી છે.

Anand: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ બાળકોનું ચેકઅપ કરાશે, મોબાઇલ હેલ્થ ટીમના 15 વાહનોનું પ્રસ્થાન કરાવાયું
આણંદ જિલ્‍લાના બોચાસણ ખાતે રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ આર.બી.એસ.કે. અંતર્ગત મોબાઇલ હેલ્થ ટીમના ૧૫ વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Follow us on

આણંદ (Anand) શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગેની જનજનમાં જાગૃતિ આવે અને તેનો બાળકો (Children) ના વાલીઓ, માતા-પિતા દ્વારા આ સેવાઓનો લાભ લેતા થાય તે માટે રાજયમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (National Child Health Program) અંતર્ગત રાજયના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શિશુનું બર્થ ડીફેકટ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, અને નવજાત શિશુથી 06 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં હોય તેવા બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને “4D” (બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) પ્રમાણે આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ (આયુષ તબીબો પુરૂષ અને સ્ત્રી બંને, ફાર્માસીસ્ટ અને આરોગ્ય કાર્યકર (સ્ત્રી) દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવાઓ પૂરી પાડવામાં આવશે .

108 એમ્બ્યુલસન્સ અને ખિલખિલાટ પ્રોગ્રામની જે બ્રાન્ડ ઇમેજ છે તે જ રીતે બાળકોના સ્વાસ્થ્ય માટે આ આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમના વાહનોમાં એકરૂપતા રાખવામાં આવી છે. જેમાં આરોગ્ય તપાસણી કરવા માટેની ટુલ કીટ સાથે રાખવામાં આવે છે. આ મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા જરૂર જણાય બાળકોને રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે આ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમના રાજયમાં કુલ 992 ટીમો છે જેમાં આણંદ જિલ્લામાં કુલ ૩૬ ટીમો કાર્યરત છે જેમાં ચાર વ્યકિતઓનો સમાવેશ થાય છે. જેમાં આણંદ જિલ્લામાં 144 વ્યકિતઓ કે જેમાં બે આયુષ ડૉકટર-મેલ અને ફીમેલ બંને, એક ફાર્માસિસ્ટ અને એક એ.એ.એમ.છે. આણંદ જિલ્‍લાના બોચાસણ ખાતે રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ આર.બી.એસ.કે. અંતર્ગત મોબાઇલ હેલ્થ ટીમના 15 વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ Devbhumi dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરનો બીજો દિવસ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે

આ પણ વાંચોઃ Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી

Published On - 12:20 pm, Sat, 26 February 22

Next Article