Anand: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આણંદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ

|

Apr 20, 2023 | 7:39 AM

યુવાધનને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, તે વાતને લઈ મુખ્યમંત્રીએ આજે આણંદના વૃંદાવન મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવી

Anand: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આણંદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આણંદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનને ઝીલી લઇ ગુજરાતના વિવિધ સાંસદો દ્વારા પોતાના વિસ્તારમાં રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી યુવાધનને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, તે વાતને લઈ મુખ્યમંત્રીએ આણંદના વૃંદાવન મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

30 ઇ-રિક્ષાને હરી ઝંડી આપી

ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વિતીય ચરણ અંતર્ગત જિલ્લાની ૩૦ ગ્રામ પંચાયતોને ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ ડોર ટુ ડોર કલેક્શન તથા કચરા એકત્રીકરણ માટેની કુલ 30 ઇ-રિક્ષાને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગ રૂપે અન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

જિલ્લાની કુલ 14 ટીમોનું અભિવાદન કરાયું

ભારતીય કૂળની કબડ્ડીની રમતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી મેદાનમાં પહોંચી ગયા હતા અને બેલ વગાડી તથા ટોસ ઉછાળીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની કુલ 14 ટીમોનું અભિવાદન પણ મુખ્યમંત્રીએ કરી ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ લાવી હતી. આણંદમા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં જેમાં 600 થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આણંદ જિલ્લો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સર્વગ્રાહીના પ્રયાસો

સાંસદ મિતેશભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ રમતો ક્ષેત્રે આણંદ જિલ્લાના રમતવીરોને આ ખેલ સ્પર્ધાના માધ્યમથી જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું રમતગમત કૌશલ્ય બતાવવાની તક મળી રહેશે. આણંદ જિલ્લો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સર્વગ્રાહીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જિલ્લાના વિવિધ રમતોના ખેલાડીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક સહાય મળી રહે તેવા પ્રયત્નો હંમેશા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોઈ બ્રિટન, કોઈ અમેરિકા, કેનેડા… ભારતના આ ગામની અડધી વસ્તી વિદેશમાં વસે છે !

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રે દેશ સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહ્યો છે. મહત્વનુ છે કે, ખેલકૂદ ક્ષેત્રે પણ દેશ આગળ વધે તે માટે વડાપ્રધાન દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાના માધ્યમથી વિવિધ રમતના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરૂ પાડવાની નૂતન પરંપરા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article