ANAND : અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર

|

Jul 20, 2021 | 11:03 PM

75 વર્ષે આજે અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર કરી ગયું છે. જ્યારે અમૂલ ફેડરેશનનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 39 હજાર 248 કરોડ નોંધાયું છે.

ANAND : જગ વિખ્યાત અમૂલ ડેરીને 75 વર્ષ પૂર્ણ થયા છે. 75 વર્ષે આજે અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર કરી ગયું છે. જ્યારે અમૂલ ફેડરેશનનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 39 હજાર 248 કરોડ નોંધાયું છે. મહત્વનું છે કે અમૂલ સહકારી ચળવળની શરૂઆત વર્ષ 1946માં ભારતની આઝાદીની ચળવળ પહેલા થઈ હતી. જ્યારે ખેડા જિલ્લાના ખેડૂતોએ બ્રિટીશ સરકારની શોષણ નીતિ સામે હડતાળ પાડી હતી. વર્ષ 1946માં બે નાના ગામડામાંથી દૈનિક માત્ર 250 લીટર દૂધ એકત્ર કરીને અમૂલ સહકારી માળખાનો પ્રારંભ કરાયો હતો. આજે અમૂલ દૈનિક 290 લાખ લીટર દૂધના એકત્રીકરણની ટોચ પર પહોંચ્યું છે. અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આજે ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરતી સંસ્થા છે.

Next Video