Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું

|

Mar 31, 2022 | 5:01 PM

સધલી ગામે યોજાયેલ ખેડૂત શિબિરમાં માઇક્રોન્યુટ્રિયન્ટ રીસર્ચ સેન્ટરના સહસંશોધન વૈજ્ઞાનિક તથા વડા ડૉ. કે. સી. પટેલએ ખેડૂતોને સૂક્ષ્મ તેમજ ગૌણ પોષકતત્વોનું મહત્વ અને ગુણવત્તાયુકત ઉત્પાદાનની સાથે સારી ઉપજ મેળવવા માટે પાકની સુધારેલી જાતો અને સૂક્ષ્મ અને ગૌણ પોષક તત્વોનો ઉપયોગ કરવા માટેની સમજ આપી હતી.

Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું
Anand Agricultural University (File Image)

Follow us on

આણંદ(Anand)કૃષિ યુનિવર્સિટી (Agricultural University) અને આણંદના માઇક્રોન્યુટ્રિયન્ટ રીસર્ચ સેન્ટર દ્વારા તાજેતરમાં આણંદ ખાતે અને છોટાઉદેપુર જિલ્લા-તાલુકાના મોટી સધલી ગામે શિડયુલ કાસ્ટ સબ પ્લાન અને ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના અને ટ્રાયબલ વિસ્તારના ખેડૂતો (Farmers) માટે ગૌણ તથા સૂક્ષ્મ તત્વોનું ખેતીમાં મહત્વ વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ ખેડૂત શિબિર યોજાઇ હતી. ખેડૂત શિબિરમાં કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ ખેડૂતોને જમીન, છોડ અને મનુષ્યમાં માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂરિયાત, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અદ્યતન સંશોધિત ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા તેમજ ખેતી વિષયક સ્કીલ કેળવવા પર ભાર મૂકી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

ગૌણ તથા સૂક્ષ્મ તત્વોનું ખેતીમાં મહત્વ વિશે માહિતગાર કર્યા હતા

જ્યારે સંશોધન નિયામક અને વિદ્યાશાખાધ્યક્ષ  ડૉ. એમ. કે. ઝાલાએ માઇક્રોન્યુટ્રિયન્ટનું માનવ સમુદાયમાં મહત્વ, જમીનમાં માઇક્રોન્યુટ્રિયન્ટની વધતી જતી ઉણપ અને ખાતરના યોગ્ય અને સંતુલિત વ્યવસ્થાપન વિશે જાણકારી આપી હતી. જયારે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. બી. પટેલે જમીનના પૃથક્કરણ અને ગૌણ તથા સૂક્ષ્મ તત્વોનું ખેતીમાં મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. આ શિબિરમાં બં.અ.કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડૉ. વાય. એમ. શુકલએ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું. જયારે છોટાઉદેપુર જિલ્લા-તાલુકાના મોટી સધલી ગામે યોજાયેલ ખેડૂત શિબિરમાં માઇક્રોન્યુટ્રિયન્ટ રીસર્ચ સેન્ટરના સહસંશોધન વૈજ્ઞાનિક તથા વડા ડૉ. કે. સી. પટેલએ ખેડૂતોને સૂક્ષ્મ તેમજ ગૌણ પોષકતત્વોનું મહત્વ અને ગુણવત્તાયુકત ઉત્પાદાનની સાથે સારી ઉપજ મેળવવા માટે પાકની સુધારેલી જાતો અને સૂક્ષ્મ અને ગૌણ પોષક તત્વોનો ઉપયોગ કરવા માટેની સમજ આપી હતી.

માઇક્રોન્યુટ્રિયન્ટ પુસ્તક અને પોકેટ ડાયરીમાં આપવામાં આવી

વધુમાં તેઓએ ખેડૂતોને જમીનમાં માઇક્રોન્યુટ્રિયન્ટની વધતી જતી ઊણપ અને ખાતરના યોગ્ય અને સંતુલિત વ્યવસ્થાપન વિશે પણ માહિતી આપી હતી. માઇક્રોન્યુટ્રિયન્ટ રીસર્ચ સેન્ટરના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. દિલીપકુમારએ ખેડૂતોને આપવામાં આવેલ કીટમાં સામેલ માઇક્રોન્યુટ્રિયન્ટ પુસ્તક અને પોકેટ ડાયરીમાં આપવામાં આવેલ ગૌણ તથા સૂક્ષ્મ તત્વોનો માહિતીનો ખેતીમાં ઉપયોગ કરવા સંબંધી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ બંને ખેડૂત શિબિરોમાં ખેડૂતોને પ્રથમ હરોળ નિદર્શન અંતર્ગત ખેતી વિષયક વિવિધ વસ્તુઓ જેવી કે, બેટરી તથા હાથ સંચાલિત પંપ, એન.પી.કે. બાયોકન્સોર્ટિયમ જૈવિક પ્રવાહી, સરકાર માન્ય માલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્ષર ગ્રેડ-પ(પાંચ) ખાતર, સલ્ફરયુકત ખાતર, જંતુનાશક દવા અને માઇક્રોન્યુટ્રિયન્ટ પુસ્તક અને પોકેટ ડાયરીની કીટ આપવામાં આવી હતી.રીસર્ચ એસોસિએટ રવિ પટેલએ ખેડૂતોને આપવામાં આવેલ કીટમાં ખેતી વિષયક વસ્તુઓ જેવી કે, બેટરી તથા હાથ સંચાલિત પંપ, એન.પી.કે. બાયોકન્સોર્ટિયમ જૈવિક પ્રવાહી, સરકાર માન્ય માલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્ષર ગ્રેડ-પ(પાંચ) ખાતર, સલ્ફરયુકત ખાતર, જંતુનાશક દવા અને માઇક્રોન્યુટ્રિયન્ટ પુસ્તક અને પોકેટ ડાયરીનો ઉપયોગ કરવા સંબંધિત જાણકારી પૂરી પાડી હતી

આ પણ  વાંચો : Surat : સ્મીમેર રેગિંગ પ્રકરણ : ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ

આ પણ  વાંચો : Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ

 

Published On - 4:48 pm, Thu, 31 March 22

Next Article