આણંદ : બોર ખાવા ગયેલ બાળકનું ઝટકા મશીનનો આંચકો લાગતા ઘટના સ્થળે મોત

|

Feb 02, 2023 | 11:57 AM

શાળાએથી છૂટ્યા બાદ બાળક ખેતરમાં બોર ખાવા ગયો હતો. તે સમયે બાળકને ઝટકા મશીનનો કરંટ લાગવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

આણંદ : બોર ખાવા ગયેલ બાળકનું ઝટકા મશીનનો આંચકો લાગતા ઘટના સ્થળે મોત
jatka machine

Follow us on

આણંદ જીલ્લાના કિંખલોડના રવિપુરામાં કરંટ લાગવાથી એક બાળકના મોતની ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ બાળક ખેતરમાં બોર ખાવા ગયો હતો. તે સમયે બાળકને ઝટકા મશીનનો કરંટ લાગવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને  પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : કોંગ્રેસને મોટો ઝટકો, આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા, સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ

સાંજે જ મશીન ચાલુ કરી દીધું હતું

ગામના સીમ વિસ્તારોમાં ઊભા પાકને જાનવરોના ત્રાસથી બચાવવા માટે મોટાભાગના ખેડૂતો ખેતરની ફરતે લોખંડની તાર લગાવીને તેમાં ઝટકા મશીન મૂકતા હોય છે. સામાન્ય રીતે મશીનમાં કરંટ ડાયરેક્ટ સપ્લાય થતો હોય છે. જેને કારણે તેના સંપર્કમાં આવતા જ બાળકનું મોત થયુ હતુ. મોટાભાગના ખેડૂતો તેને રાત્રિના સમયે ચાલુ કરતા હોય છે અને વહેલી સવારે બંધ કરી દેતા હોય છે. પરંતુ આ ખેતર માલિક દ્વારા સાંજે જ ચાલુ કરી દીધું હતું. આ ઉપરાંત મશીનમાં સાયરન પણ બગડી ગયું હતું. જેને કારણે જ્યારે બાળક મશીનના સંપર્કમાં આવ્યો ત્યારે સાયરન પણ વાગ્યું નહોતું.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

સુરતમાં પાણીના ટબમાં ડૂબવાથી બાળકીનું મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત થયુ હતું. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોત થયું હતુ. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

Next Article