અમૂલ અને મધર ડેરીનું દૂધ બન્યું વધુ મોંઘું, આજથી નવા દર લાગુ

|

Aug 17, 2022 | 7:53 AM

અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવ આજથી વધારો કર્યો છે. અમૂલ દૂધના દરોમાં થયેલો વધારો અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ગુજરાત, દિલ્હી અને એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને અન્ય તમામ સ્થળોએ લાગુ થશે જ્યાં અમૂલના ઉત્પાદનોનું વેચાણ થાય છે.

અમૂલ અને મધર ડેરીનું દૂધ બન્યું વધુ મોંઘું, આજથી નવા દર લાગુ
Amul milk price hike from today 17 aug 2022

Follow us on

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (Amul Federation) અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે. આ સાથે મધર ડેરીએ (Mother Dairy) પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. નવા દરો આજથી (17 ઓગસ્ટ, 2022)થી લાગુ થશે. છેલ્લા છ મહિનામાં અમૂલ (Amul) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા ચારનો વધારો કર્યો છે. તો દૂધની બનાવટ ઉપર લાદવામાં આવેલ 5 ટકા જીએસટીને કારણે દૂધની વિવિધ બનાવટ ઉપર 19 જુલાઈથી વધારો કરાયો હતો. અમૂલ દ્વારા દૂધના ભાવમાં છેલ્લે 1 માર્ચ 2022ના રોજ પ્રતિ લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. ત્યાર બાદ આજથી એટલે કે 17મી ઓગસ્ટથી પ્રતિ લીટરે રૂપિયા 2 નો વધારો કર્યો છે. આજથી અમલી બનેલા ભાવ વધારાને પગલે, અમૂલ ગોલ્ડ (Amul Gold) 500 મિલીનો ભાવ રૂ. 31 અને લીટરનો ભાવ 62 થયો છે. જ્યારે 500 મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. 25 અને એક લીટર દૂઘનો ભાવ 50 થયો છે. જ્યારે 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. 28 પ્રતિ થશે.

અગાઉ અમૂલે 1 માર્ચ 2022થી 2 રૂપિયાનો કર્યો હતો વધારો

અમૂલ દ્વારા નજીકના ભૂતકાળ એટલે કે, માર્ચમાં પણ ભાવ વધારો કર્યો હતો. 1 માર્ચ 2022ના રોજથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. 1 માર્ચ 2022થી અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂ.30 કરાયા હતા. અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ.24 અને અમૂલ શક્તિ દૂધની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 કરાયા હતા. 1 માર્ચ બાદ 17 ઓગસ્ટે ફરીથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.

દૂધની પ્રોડક્ટ પર 5 ટકા GST લાદવામાં આવતા 19 જુલાઈએ વધ્યા હતા આ પ્રોડક્ટના ભાવ

દૂધની વિવિધ બ્રાન્ડેડ બનાવટ ઉપર 5 ટકા GST લાદવામાં આવ્યો છે. આ 5 ટકા GSTનું ભારણ અમૂલે દૂધની બનાવટના વપરાશકારો ઉપર 19 જુલાઈથી લાદ્યો હતો. અમૂલ દહીના 400 ગ્રામના પાઉચ ઉપર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ નવો ભાવ 32 થયો હતો. આજ રીતે મસ્તી દહીના 1 કિલોના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 170 મીલી છાશમાં પણ રૂપિયા 1નો વધારો કરાયો હતો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો કરાયો હતો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article