Anand News: અભેટાપુરા ગામની સીમના તળાવમાંથી શિવલીંગના આકારનો સ્તંભ ! લોકોની ભીડ પૂજા કરવા ઉમટી

|

Jun 23, 2022 | 12:43 PM

શનિવારના રોજ આણંદ (Anand)ના બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી.

1 / 5
બોરસદ તાલુકામાં (Borsad) અભેટાપુરા ગામની સીમના તળાવમાંથી શનિવારે એક શિવલીંગના આકાર જેવો સ્તંભ મળ્યો હતો. જેને જોઇને આસપાસના લોકો શિવલિંગ મળ્યુ હોવાનું જાણીને મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.

2 / 5
ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. તે માટે અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો.

3 / 5
શિવલિંગ જેવો સ્તંભ નીકળવાની વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં

4 / 5
સ્તંભ આકારના પથ્થરને શિવલિંગ માની દર્શન કરી હતા તેમજ લોકોએ શિવલિંગ પર ફુલનો હાર ચઢાવી રહ્યા છે. અગરબત્તી ચઢાવીને પૂજા-અર્ચના પણ કરી હતી.

5 / 5
હાલ તો મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. લોકો આ સ્તંભને આસ્થા સાથે સરકાવી રહ્યાં છે. જોકે, આ બાબત ભૂસ્તર શાસ્ત્રીઓની હોવાથી તે અંગે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે. પછી જ આ રહસ્ય પરથી પડદો ઉકલાશે કે આ ખરેખર શું છે.

Next Photo Gallery